નવી દિલ્હી: નવા આઈટી નિયમો (New IT Rules) નું પાલન નહીં કરવું એ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટ્વિટરનું કાનૂની સંરક્ષણ ખતમ થઈ ગયું છે અને હવે તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા આઈટી નિયમોને લાગૂ ન કરવા પર કાર્યવાહી
ટ્વિટર (Twitter) તરફથી 25મી મેથી લાગૂ થયેલા નવા આઈટી નિયમો (New IT Rules) નું અનુપાલન હજુ સુધી થયું નથી. જેને લઈને સરકાર તરફથી આ એક્શન લેવાયું છે. હવે ટ્વિટર વિરુદ્ધ આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ થઈ શકે છે અને પોલીસ પૂછપરછ પણ કરી શકે છે. 


ગાઝિયાબાદમાં વૃદ્ધની પીટાઈ મામલે ટ્વિટર પર FIR દાખલ, ખોટી જાણકારી આપવાનો આરોપ


શું છે મામલો
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસ્લિમ વૃદ્ધને કેટલાક યુવકો પીટાઈ કરી રહ્યા છે. આ વીડિયો અંગે એવો દાવો કરાયો હતો કે મુસ્લિમ હોવાના કારણે વૃદ્ધની પીટાઈ કરાઈ છે. પરંતુ પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું કે બે પરિવારોની અંગત અદાવતનો મામલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube