લોધી સ્ટેટના બંગલાને લઈને પ્રિયંકા વાડ્રા અને હરદીપ પુરી વચ્ચે ટ્વીટર જંગ
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ મંગળવારે ટ્વીટ કરીને દાવો કર્યો કે, તેમને એક સીનિયર કોંગ્રેસ નેતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના સરકારી આવાસ, 35 લોધી સ્ટેટ કોઈ કોંગ્રેસી સાંસદને અલોટ કરવાની અપીલ કરી હતી.
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના સરકારી બંગલા પર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ મોટો ખુલાસો કર્યો છે. હરદીપ પુરીએ મંગળવારે ટ્વીટ કરીને દાવો કર્યો કે, તેમને એક સીનિયર કોંગ્રેસી નેતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો કોઈ કોંગ્રેસી સાંસદને એલોટ કરવાની અપીલ કરી હતી. તેના પર પ્રિયંકાએ પણ જવાબ આપ્યો છે.
હકીકતમાં, સમાચાર આવ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને લુટિયન્સ જોઝન સ્થિત સરકારી બંગલો (35 લોધી સ્ટેટ)માં વધુ કેટલોક સમય રહેવાની મંજૂરી આપી દીદી છે. ખબરમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિયંકાએ સરકારી બંગલામાં થોડો વધુ સમય રહેવાની મંજૂરી માગી હતી.
26 વર્ષની ઉંમરમાં સાંસદ, 32ની ઉંમરમાં મંત્રી... સચિન પાયલટને શું નથી આપ્યુઃ કોંગ્રેસ
પ્રિયંકાના જવાબ પર હરદીપ પુરીએ કહ્યુ કે, જે નેતાએ મારી અને અન્ય લોકો સાથે બેઠક કરી, તે કોંગ્રેસમાં સર્વોચ્ચ પદ પર છે. તે રાજકીય સલાહકાર છે, જે તમારા પરિવાર તરફથી બોલે છે અને કાર્ય કરે છે. જ્યારે તેમણે વિનંતી કરી તો અમે સદ્ભાવમાં બે મહિનાનો વિસ્તાર આપવાનો નિર્ણય લીધો છે.
તો કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, પ્રિયંકા જી લોકો માટે લડે છે અને તમારી પાસે (હરદીપ પુરી) કોઈ ઉપકાર ન જોઈએ, તેથી આવી વાતો કરવાનું બંધ કરો, મુદ્દો સમાપ્ત થઈ ગયો છે. બધા જાણે છે કે તમે કોંગ્રેસ સાંસદ કે ભાજપના પ્રવક્તાને 35, લોધી એસ્ટેટ આપશો. સનસનીખેજ જૂઠ બંધ કરો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube