નવી દિલ્હી: સીબીઆઇ (CBI) મુખ્યાલયમાં તૈનાત બે અધિકારીઓના કોવિડ 19 (COVID-19) સંક્રમણાના કેસ સામે આવ્યા છે. સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે તપાસ એજન્સીમાં પહેલીવાર સંક્રમણના કેસ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે જૂનિયર લેવલના અધિકારીઓને રજા પર મોકલી દેવામાં આવ્યા છે અને સ્વસ્ત્ય્હ થાય ત્યાં સુધી કોરોન્ટાઇન રહેવા માટે કહેવામાં આવ્યું છે. વરિષ્ઠ અધિકારીઓએ પોતાના બે સંક્રમિત સહયોગીઓની ઓળખ જાહેર કરી નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે એજન્સી તેમના સંપર્કમાં આવનારની શોધખોળ કરશે અને જે લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેમને સલાહ આપશે કે ઘરેથી કામ કરવાનું શરૂ કરે અને કોરોન્ટાઇનના પ્રોટોકોલનું પાલન કરે. સીબીઆઇએ માર્ચના ત્રીજા અઠવાડિયાથી સોશિયલ ડિસ્ટેસિંગ અને સેનિટાઇઝેશનના નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં અચાનક ટેમ્પરેચરની તપાસ કરવામાં આવી અને માસ્ક પહેરાવું અનિવાર્ય કરી દીધું.


દિલ્હીમાં કોરોના 990 નવા કેસ મળી આવ્યા
દિલ્હી ગત 24 કલાકમાં કોરોનાના 990 નવા દર્દીઓ મળી આવ્યા છે. દિલ્હી સરકારે કોરોનાથી મરનાર 50 લોકોનો નવો આંકડો પણ જાહેર કર્યો છે. આ સાથે જ હવે દિલ્હીમાં કોરોનાની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઇ છે. તો બીજી તરફ કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 523 થઇ ચૂકી છે. 


દિલ્હીમાં કોરોનાની ચપેટમાં આવેલા 8746 લોકો અત્યાર સુધી સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. દિલ્હીમાં અત્યારે 11565 કોરોનાના એક્ટિવ દર્દીઓ છે. દિલ્હી સરકારએ 6238 કોરોના પોઝિટિવ દર્દીઓને તેમના ઘરમાં જ આઇસોલેશનમાં રાખ્યા છે. દિલ્હી સરકારના અનુસાર આ લોકો સતત ફોનના માધ્યમથી ડોક્ટરો સાથે સંપર્કમાં રહેશે. દિલ્હી સરકારે હાલ 1 અઠવાડિયા માટે દિલ્હીની બોર્ડર સીલ કરી દીધી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube