આસામ અને યુપીમાં પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
Congress Workers Death: ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે કોંગ્રેસ દ્વારા આયોજિત વિધાનસભા ઘેરાવ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર પ્રભાત પાંડેનું મૃત્યુ થયું હતું.
Congress Workers Death: ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે કોંગ્રેસ દ્વારા આયોજિત વિધાનસભા ઘેરાવ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના યુવા કાર્યકર પ્રભાત પાંડેનું મૃત્યુ થયું હતું. કોંગ્રેસનો દાવો છે કે, ગોરખપુરથી આવેલા પ્રભાત પાંડે વિરોધ દરમિયાન પોલીસના ધક્કામુક્કી અને બળપ્રયોગને કારણે ઘાયલ થયા હતો, જેના કારણે તેમનું મોત થયું છે. આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકરનું મોત થયું હતું. કોંગ્રેસે બન્ને ઘટનાઓને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસનો યોગી સરકાર પર પ્રહાર
કોંગ્રેસે આ ઘટનાને "પોલીસ ક્રૂરતા" ગણાવી હતી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પાર્ટીએ પ્રભાતના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરીની માંગ કરી છે.
સરકારે કરી સ્પષ્ટતા
બીજી તરફ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પ્રભાત પાંડે પાર્ટી ઓફિસ રૂમમાં પડેલો જોવા મળ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટરને સારી સારવાર માટે સૂચના આપી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યાં,આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ
આસામમાં પ્રદર્શન દરમિયાન કામદારનું મોત
આસામના ગુવાહાટીમાં પણ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન એક કાર્યકર મૃદુલ ઈસ્લામનું મોત થયું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, વિરોધ દરમિયાન પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે મૃદુલનું મોત થયું છે. આ પ્રદર્શન મણિપુર હિંસા, અદાણી ગ્રુપ સામે લાંચના આરોપો અને અન્ય મુદ્દાઓને લઈને કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને ભાજપ સરકારની "તાનાશાહી"નું પ્રતીક ગણાવ્યું હતું. જો કે, આસામ પોલીસે આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે.
રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ બન્ને ઘટનાઓને લઈને ભાજપ સરકારોને આડે હાથ લીધી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, "દેશભરમાં કોંગ્રેસ પાર્ટી બાબાસાહેબ અને બંધારણના સમર્થનમાં સત્યાગ્રહ કરી રહી છે. આ દરમિયાન ગુવાહાટીમાં મૃદુલ ઇસ્લામ અને લખનૌમાં પ્રભાત પાંડેનું મૃત્યુ અત્યંત દુઃખદ અને નિંદનીય છે." રાહુલ ગાંધીએ આ કાર્યકરોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસ "સત્ય અને બંધારણ" માટે સંઘર્ષ ચાલુ રાખશે.
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
પોલીસ અને વહીવટીતંત્ર પર સવાલો
કોંગ્રેસે બન્ને રાજ્યોની પોલીસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓ પર બળનો ઉપયોગ કરવો અને તેમના મૃત્યુ પછી જવાબદારીથી દૂર રહેવું એ સરકારની "તાનાશાહી માનસિકતા" દર્શાવે છે. કોંગ્રેસે આ બન્ને ઘટનાઓની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું કે, આ મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ અને સરકાર જવાબદાર હોવી જોઈએ.