રાષ્ટ્રીય પરિષદ બેઠક: 2019ની ચૂંટણી પહેલા ભાજપ કયા કયા મુદ્દાઓ પર દાવ ખેલશે? હવે પત્તા ખુલશે
લોકસભા ચૂંટણી પહેલા આજથી બે દિવસની ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ રહી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં થવા જઈ રહેલી આ બેઠકમાં પાર્ટી નક્કી કરી શકે છે કે 10 ટકા સવર્ણ અનામત બાદ હવે કયા મુદ્દાઓ પર દાવ લગાવવામાં આવે. આ રીતે મિશન 2019નો પ્રારંભ પણ થઈ જશે. પાર્ટીની અંદર પણ ઉત્સુકતા છે કે રામલીલા મેદાનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે એક્શન લાઈનનો સંદેશ આપે છે. ગત વખતે વર્ષ 2014માં તેમણે પોતાનું વિઝન રજુ કર્યું હતું. પરંતુ આ વખતે એવું મનાય છે કે પાંચ વર્ષની ઉપલબ્ધિઓ ઉપરાંત બેરોજગારી ભથ્થુ, મહિલા અનામત બિલ સહિત કેટલાક મુદ્દાઓ પર તેઓ સંકેત આપી શકે છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા આજથી બે દિવસની ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ રહી છે. દિલ્હીના રામલીલા મેદાનમાં થવા જઈ રહેલી આ બેઠકમાં પાર્ટી નક્કી કરી શકે છે કે 10 ટકા સવર્ણ અનામત બાદ હવે કયા મુદ્દાઓ પર દાવ લગાવવામાં આવે. આ રીતે મિશન 2019નો પ્રારંભ પણ થઈ જશે. પાર્ટીની અંદર પણ ઉત્સુકતા છે કે રામલીલા મેદાનમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કઈ રીતે એક્શન લાઈનનો સંદેશ આપે છે. ગત વખતે વર્ષ 2014માં તેમણે પોતાનું વિઝન રજુ કર્યું હતું. પરંતુ આ વખતે એવું મનાય છે કે પાંચ વર્ષની ઉપલબ્ધિઓ ઉપરાંત બેરોજગારી ભથ્થુ, મહિલા અનામત બિલ સહિત કેટલાક મુદ્દાઓ પર તેઓ સંકેત આપી શકે છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાષ્ટ્રીય પરિષદની બેઠકનું ઉદ્ધાટન કરશે, જ્યારે શનિવારે બેઠકના સમાપન ભાષણમાં પીએેમ મોદી મિશન 2019 માટે પાર્ટીને મુખ્ય ચૂંટણી નારો પણ આપશે. અત્યાર સુધીની આ સૌથી મોટી રાષ્ટ્રીય પરિષદ હશે જેમાં દેશભરમાંથી 12000 પ્રમુખ કાર્યકર્તાઓ ભાગ લેશે. એટલું જ નહીં આ બેઠક દરમિયાન પીએમઓ પણ હંગામી રીતે રામલીલા મેદાનમાં જ કામકાજ કરશે. આ માટે રામલીલા મેદાનમાં મંચના પાછળના ભાગમાં વડાપ્રધાન કાર્યાલય અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે પણ હંગામી ઓફિસ બનાવવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય માટે જ પણ સુવિધાઓની જરૂર હોય છે તે આ હંગામી કાર્યાલયમાં ઉપલબ્ધ હશે.
દિલ્હીના રામલીલા મેદાનમાં આજે સાંજે 4 વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બેઠકને સંબોધશે. બેઠકમાં દેશભરના ભાજપના સાંસદ, ધારાસભ્યો, પરિષદના સભ્યો, જિલ્લા અધ્યક્ષ, મહામંત્રી અને દરેક ક્ષેત્રના વિસ્તારકોને આમંત્રિત કરાયા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બપોરે 2 કલાકે આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચશે. બેઠકમાં રાજકિય, આર્થિક સહિત ત્રણ મુખ્ય પ્રસ્તાવ પસાર કરાશે. રામ મંદિરને લઈને પણ પાર્ટીની ભૂમિકા સ્પષ્ટ કરાશે.
આલોક વર્માએ કાઢ્યો બળાપો- કહ્યું- 'ખોટા આરોપોના આધારે મને CBI ડિરેક્ટરના પદેથી હટાવ્યો'
અત્રે જણાવવાનું કે હાલમાં જ સવર્ણોને 10 ટકા અનામત આપવાનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. હાલમાં જ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટીને મળેલી સજ્જડ હાર બાદ આ બિલના કારણે ભગવા પાર્ટીનું મનોબળ વધ્યું છે.
ભાજપનું માનવું છે કે રાષ્ટ્રપતિ મંજૂરી આપશે ત્યારબાદ આ કાયદો લાગુ થઈ જશે. જેનાથી હિંદી ભાષી રાજ્યોમાં સવર્ણ જાતિના મતદારો પાર્ટીના સમર્થનમાં આવશે. આ સાથે જ જાટ, પાટીદાર, મરાઠા અને રાજકીય રીતે અન્ય મહત્વપૂર્ણ સમુદાયોમાં તેમની અપીલ મજબુત થશે. પાર્ટીનો એક ભાગ સ્પષ્ટપણે માને છે કે સવર્ણ જાતિના મતદારોનો આક્રોશ હાલની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ભોગવવો પડ્યો છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવો, દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ અત્યાચાર પર કાયદો મજબુત બનાવવા જેવા મોદી સરકારના પગલાંને પણ રેખાંકિત કરાશે. તેને સામાજિક ન્યાય પરિયોજનાના ભાગ તરીકે રજુ કરાશે. તેમણે જણાવ્યું કે મોદી સરકારે સમાજના દરેક તબક્કાને સશક્ત બનાવ્યો છે. પાર્ટી વિસ્તારથી આ અંગે વાત કરશે.
શું બીજા દાવ ખેલાશે?
ભાજપના સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય પરિષદ તરીકે રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે આવામાં વડાપ્રધાન તેમના સમાપન ભાષણ દ્વારા કાર્યકર્તાઓને તથા દેશના મતદારોને પણ સંદેશો આપશે. જેમાં તેઓ છેલ્લા પાંચ વર્ષમાં તેમના કામકાજની ઉપલબ્ધિઓ ગણાવશે અને એવા મુદ્દાઓ પણ રજુ કરશે જેના પર હજુ કામ થવાનું બાકી છે. આ ઉપરાંત બેરોજગારી ભથ્થા અને મહિલા રિઝર્વેશન બિલ જેવા મહત્વપૂર્ણ મામલાઓને પણ રજુ કરવામાં આવી શકે છે.
ગુરુવારે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પુનમ મહાજને કહ્યું હતું કે મહિલા રિઝર્વેશન બિલ પાસ થવું જોઈએ. તેમનું કહેવું હતું કે હજુ પણ સમય હાથમાંથી ગયો નથી અને સંસદનું એક સત્ર બચ્યુ છે. આ અગાઉ પાર્ટીના જ નેતા રવિશંકર પ્રસાદે સંકેત આપ્યો હતો કે સવર્ણોને અનામત આપવાનો વડાપ્રધાનનો નિર્ણય પહેલો છગ્ગો છે અને હજુ આવા અનેક છગ્ગા ફટકારાશે.
પાર્ટી સૂત્રોનું કહેવું છે કે આ રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટીનું સમગ્ર ફોકસ લોકસભા ચૂંટણી ઉપર જ રહેવાનું છે. આવામાં પાર્ટી ઈચ્છશે કે આ અધિવેશનથી એવા સંકત જાય જેનાથી માત્ર કાર્યકર્તાઓનું મનોબોળ નહીં પરંતુ લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થાય. એક વરિષ્ઠ નેતાના કહેવા મુજબ આ અધિવેશનમાં ભાગ લેવા જઈ રહેલા કાર્યકર્તાઓમાં એ પણ ઉત્સુકતા રહેશે કે વડાપ્રધાન મોદી કઈ રહીતે લાઈન ઓફ એક્શનની જાહેરાત કરે છે.