શોપિયા: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે મોડી રાતથી અથડામણ ચાલુ છે. બંને તરફથી જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આ અથડામણમાં અત્યાર સુધી 2 આતંકીઓ માર્યા ગયા છે. હજુ પણ બે આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેટલાક આતંકીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા બાદ ઓપરેશન શરૂ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મંગળવારે દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના મેલ્હોરા ગામમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સેનાની 55 આરઆર, એસઓજી, જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફની સંયુક્ત ટીમે મંગળવારે મોડી સાંજે મેલ્હોરા ગામમાં ઘેરાબંધી કરી હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube