બીજાપુર : છત્તીસગઢનાં નક્સલપ્રભાવીત બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. હુમલામાબં પોલીસ જવાન શહીદ થઇ ગયા તથા એક ગ્રામીણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. બીજાપુર જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું કે, જિલ્લાનાં પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેની આંખથી ડરે છે આખુ ઉત્તરપ્રદેશ, તે PM મોદી વિરુદ્ધ લડશે ચૂંટણી

હુમલામાં જિલ્લા દળનાં આરક્ષક અરવિંદ મિંજ અને સહાયક આરક્ષક સુક્કુ હપકા શહીદ થઇ ગયા તથા એક ગ્રામીણ ઘાયલ થઇ ગયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પામેડ પોલીસ સ્ટેશન અંતર્ગત તોગગુડા શિબિરના જિલ્લા દળના આરક્ષક અરવિંદ મિંજ અને સહાયક આરક્ષક સુક્કુ હપકા એક ગ્રામીણ સાથે મોટર સાઇકલમાં ટિપ્પાપુરમની તરફ ગયા હતા. જ્યારે તેઓ પરત થઇ રહ્યા હતા ત્યારે તોગગુડાનાં માઓવાદીઓએ તેના પર હુમલો કરી દીધો. આ હુમલામાં આરક્ષક અને સહાયક આરક્ષક શહીદ થઇ ગયા તથા ગ્રામીણની છાતીમાં ગોળી વાગવાનાં કારણે તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. 


મહારાષ્ટ્ર: જેટ એરવેઝનાં કર્મચારીએ 4 માળની ઇમારતથી કુદીને આત્મહત્યા કરી
શિરડીમાં ચૂંટણી રેલી દરમિયાન ગડકરીની તબિયત લથડી, ન આપી શક્યા ભાષણ


અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાને અંજામ દીધા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ફરાર થઇ ગયા. ઘટનાની માહિતી મળ્યા બાદ ઘઠના સ્થળ માટે પોલીસ દળને રવાના કરવામાં આવ્યા તથા ગ્રામીણોને સહાયતાનાં શબો અને ઘાયલોને ત્યાંથી કાઢવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, ઘાયલ ગ્રામીણને ચેરલા હોસ્પિટલ (જિલ્લા કોતાગુડમ, તેલંગાણા)માં દાખલ કરાવવામાં આવ્યા છે.