સહારનપુર: કોરોનાકાળમાં નિઝામુદ્દીન મરકઝમાં તબલિગી જમાત કાર્યક્રમમાં હજારો લોકોને ભેગા કરવાના આરોપી મૌલાના સાદની મુશ્કેલીઓ વધી ગઈ છે. હકીકતમાં તેમના બે નજીકના સંબંધીઓમાં પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ મૌલાના સાજિદ અને મૌલાના રાશિદ કોરોના પોઝિટિવ મળ્યા છે.  આ બંને ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં રહેતા હતાં. આ મામલો સામે આવ્યાં બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે 4 એપ્રિલના રોજ સહારનપુરમાં કોરોનાનો પહેલો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ 7 એપ્રિલ સુધીમાં ત્યાં કોરોનાના 6 દર્દીઓ મળી આવ્યાં. 8 એપ્રિલના રોજ 11, 11 એપ્રિલના રોજ 20 અને 13 એપ્રિલના રોજ ત્યાં 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં. 


કહેવાય છે કે મૌલાના સાજિદ અને મૌલાના રાશિદ બંને ભાઈઓ છે. બંને 19 માર્ચના રોજ સહારનપુર પાછા ફર્યા હતાં. આ બંને ફ્રાન્સથી પાછા ફર્યા હતાં. ત્યારબાદ નિઝામુદ્દીન મરકઝ ગયા હતાં. બંનેએ આ જાણકારી છૂપાવી. આ દરમિયાન બંનેએ કોરોનાને લઈને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી પરંતુ એ ન જણાવ્યું કે પોતે વિદેશથી પાછા ફર્યા છે. તેમની વિદેશથી પાછા ફરવાની માહિતી CDR પાસેથી જાણવા મળી. ત્યારબાદ 7 એપ્રિલના રોજ તેમના કોરોના ટેસ્ટ થયા અને 13 એપ્રિલના રોજ રિપોર્ટ આવ્યાં પછી વિસ્તારમાં હડકંપ મચી ગયો. 


જુઓ LIVE TV



હાલ પોલીસે બંને ભાઈઓ પર Epedemic Act અને આઈપીસીની કલમ 269, 270, 271 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 


આ બાજુ પોલીસે તબલિગી જમાતના મૌલાના સાદ અને બાકીના આરોપીઓ વિરુદ્ધ કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કલમ હેઠળ હવે મૌલાના સાદને ઓછામાં ઓછી 10 વર્ષની સજા કે ઉમરકેદ થઈ શકે છે. પોલીસના જણાવ્યાં મુજબ આ કલમો એટલા માટે લગાવવામાં આવી છે કારણ કે તબલિગી જમાતમાં આવેલા લોકોને કોરોના થયો અને તેના કારણે કેટલાક લોકોના મૃત્યુ પણ થયા. આ કાર્યક્રમ મૌલાના સાદે સરકારની મંજૂરી વગર કર્યો હતો અને આથી તેમાં આ કલમો ઉમેરાઈ છે.