ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ, લાગ્યા જય શ્રીરામના નારા, જાણો નિયમોમાં શું થશે ફેરફાર!
ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ કાયદો બની જશે. આ સાથે જ યુસીસી લાગૂ કરનારું ઉત્તરાખંડ આઝાદી બાદનું પહેલવહેલું રાજ્ય બનશે. સૂત્રોના જણાવ્યાંમુજબ ડ્રાફ્ટમાં 400થી વધુ કલમો સામેલ છે. જેનો હેતુ પરંપરાગત રિતી રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતિઓ દૂર કરવાનો છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ આજે યુનિફોર્મ સિવિલ કોડને વિધાનસભા સદનમાં રજૂ કરી દીધુ છે. બિલ પર ચર્ચાની માંગણીને લઈને વિધાનસભામાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષના હંગામા વચ્ચે સદનની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ કાયદો બની જશે. આ સાથે જ યુસીસી લાગૂ કરનારું ઉત્તરાખંડ આઝાદી બાદનું પહેલવહેલું રાજ્ય બનશે. સૂત્રોના જણાવ્યાંમુજબ ડ્રાફ્ટમાં 400થી વધુ કલમો સામેલ છે. જેનો હેતુ પરંપરાગત રિતી રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતિઓ દૂર કરવાનો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube