Udaipur Murder Case: કનૈયાલાલની જઘન્ય હત્યાની તપાસ કરી રહેલી એસઆઇટી ટીમને તપાસ દરમિયાન ઘણા ચોંકાવનારા તથ્યો વિશે જાણ થઇ છે. જાણકાર સૂત્રોના અનુસાર વર્ષ 2014માં એક હત્યારો ગૌસ મોહમંદ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ત્રીસ લોકોની ટુકડીને લઇને આવ્યો હતો. આ દલ દાવત-એ-ઇસ્લામિકના એક જલસામાં સામેલ થયા હતા. આ દરમિયાન ચાલીસ દિવસ સુધી ગૌસ અને અન્ય લોકો પાકિસ્તાનના ઘણા ઇસ્લામિક અને ધાર્મિક સંગઠનોના લોકોને મળ્યા હતા. મોહમંદ ગૌસે રિયાઝ અત્તાને ટ્રેંડ કર્યો હતો. આ ત્રીસ લોકોના દલમાં ઉદયપુરના ત્રણ લોકો સામેલ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળ્યા ચોંકાવનારા પુરાવા
એસઆઇટીની રડાર પર હવે આ દળના અન્ય લોકો પણ સામેલ છે અને એસઆઇટી પોતાની તપાસના ઘેરાવીને વધારીને આ લોકો પર પણ શિકંજો કસવા જઇ રહી છે. સૂત્રોના અનુસાર એસઆઇટીને ધરપકડ કરેલા રિયાઝ અત્તારી અને મોહમંદ ગૌસના મોબાઇલ અને ઠેકાણા પરથી ઘણા ચોંકાવનારા વીડિયો અને પુરાવા મળ્યા છે. જેમાં રિયાઝ ધારદાર ચાકૂની પોતે ધાર કાધી રહ્યો છે. આ વીડિયોમાં પણ તે ચાકૂ બતાવીને આપત્તિજનક ભાષા જેમ કે સર કલમ કરવા માટે બેતાબ છું જેવા વાક્યો બોલી રહ્યો છું. આ ચાકૂ પોતે રિયાઝે બનાવ્યું હતું કારણ કે તે પોતે ફેબ્રિકેટરનું કામ કરતો હતો.  


જરૂર વાંચો



તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે રિયઝ વધુ ખતરનાક છે અને તે હંમેશા ગુસ્સે ભરાયેલો રહે છે. તેણે પોતાના અને ગૌસના પાકિસ્તાનમાં બેઠેલા આકાઓની લતાડ બાદ કંઇક અલગ કરવાનું કાવતરું રચ્યું. આ બંનેની પાકિસ્તાનમાં સતત વાત થતી રહેતી હતી અને છેલ્લી વાતચીતમાં પાકિસ્તાનમાં બેઠેલા લોકોએ આ બંનેની ઝાટકણી કાઢી હતી કે તમે કંઇ કરતા નથી. તેના પર રિયાઝ અત્તારીએ વાયદો કર્યો કે તે જલદી કંઇક કરીને તેમને બતાવશે. પોતાના આકાઓનો વિશ્વાસ જીતવા માટે રિયાઝ અને ગૌસે કનૈયાલાલનું સર કલમ કરવાનો વીડિયો બનાવવાનું નક્કી કર્યું એટલે બે ફાયદા એક તો આકા ખુશ બીજું ડરનો માહોલ બનશે. આ બંનેએ જે ચાકૂનો ઉપયોગ કર્યો હતો તે લોહીથી લથપથ ચાકૂ એસઆઇટીને મળી ગયા છે.  



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube