Udaipur Murder Case: ઉદયપુરના કન્હૈયાલાલ હત્યાકાંડના કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. દેશ હત્યારાઓ માટે ફાંસીની સજાની માંગણી કરી રહ્યો છે. આ મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉદયપુર હત્યાકાંડના સાક્ષીએ ઝી મીડિયા સાથે વાત કરી. હત્યાકાંડના સાક્ષીએ આંખોદેખી ઘટના જણાવી છે. આ સાક્ષીએ દુકાનામાં ઘૂસીને કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો તે આખી વાત રજૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્હૈયાલાલ હત્યાકાંડના આ સાક્ષીનું નામ ઈશ્વર ગૌડ અને રાજકુમાર છે. તેઓ કન્હૈયાલાલની દુકાનમાં કામ કરતા હતા. કન્હૈયાલાલ પર જ્યારે હુમલો થયો ત્યારે તે ત્યાં હાજર હતા. ઈશ્વરે જણાવ્યું કે આખરે 28 જૂનના રોજ શું થયું હતું? કેવી રીતે આ માથાભારે લોકો દુકાનમાં આવ્યા અને કન્હૈયાલાલ પર તાબડતોડ હુમલા કર્યા. 


ક્યારે આવશે અંત...ઉદયપુર જેવી ઘટના અમરાવતીમાં? કેમિસ્ટનું ગળું ચીરી હત્યા કરાઈ


ઈશ્વર ગૌડે જણાવ્યું કે હું કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક કન્હૈયાલાલ પર જીવલેણ હુમલો થયો. હુમલા સમયે દુકાનમાં 3 લોકો હાજર હતા. જેવા હત્યારાઓએ ધારદાર હથિયારથી હુમલો કર્યો કે કન્હૈયાની બૂમો પડી ગઈ. તેમની ચીસો સાંભળીને ત્યાં બેઠેલો છોકરો ડરીને ભાગી ગયો. રાજકુમારે કહ્યું કે 2 આરોપી હથિયાર લઈને દુકાનમાં ઘૂસ્યા હતા. કપડાંનું માપ લેવા દરમિયાન એક આરોપીએ હુમલો કર્યો અને બીજો વીડિયો બનાવતો રહ્યો.


ઉદયપુર હત્યા કેસમાં ખુલાસો, પાકિસ્તાનથી આવ્યો હતો આદેશ 'એવો ધડાકો કરો કે દેશ હચમચી જાય'


તેમણે જણાવ્યું કે હત્યારાઓ કપડાં સિવડાવવાના બહાને દુકાનમાં પહોંચ્યા હતા. હુમલો થતા જ બજારમાં ભાગદોડ મચી ગઈ. ઈશ્વરે કહ્યું કે કન્હૈયાને મારી સામે જ મારી નાખવામાં આવ્યો. જ્યારે મે તેમને બચાવવાની કોશિશ કરી તો હત્યારાઓએ મારા ઉપર પણ હુમલો કર્યો. તે બંને જેહાદીઓ સતત ચાકૂથી વાર કરી રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube