ઉદયપુર હત્યા કેસમાં ખુલાસો, પાકિસ્તાનથી આવ્યો હતો આદેશ 'એવો ધડાકો કરો કે દેશ હચમચી જાય'

Kanhaiya Lal Murder Case: ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગૌસ અને રિયાઝ કે જેમણે કન્હૈયાની નિર્દયતાથી હત્યા કરી હતી તેમને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓએ હત્યાનો આદેશ આપ્યો હતો. નિર્દયતાથી હત્યા કર્યા બાદ હત્યારાએ પોતાના પાકિસ્તાનમાં બેઠેલા આકાને કર્યો હતો એક ખાસ મેસેજ. 

ઉદયપુર હત્યા કેસમાં ખુલાસો, પાકિસ્તાનથી આવ્યો હતો આદેશ 'એવો ધડાકો કરો કે દેશ હચમચી જાય'

Kanhaiya Lal Murder Case: ઉદયપુરના કન્હૈયાલાલ હત્યા કેસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ગૌસ અને રિયાઝ કે જેમણે કન્હૈયાની નિર્દયતાથી હત્યા કરી હતી તેમને પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓએ હત્યાનો આદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ કરાયો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે 'જે ટાસ્ક આપ્યું હતું તે પૂરું કર્યું'. આ વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાનના પણ  કેટલાક લોકો સામેલ હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાના કહેવા પર હત્યારાઓએ ભારે ભરખમ ધારદાર હથિયાર બનાવ્યા હતા. જેથી કરીને એક ઝટકે માથું ધડથી અલગ કરી શકાય. 

પાકિસ્તાનથી આવ્યું હતું ફરમાન
સૂત્રોના જણાવ્યાં મુજબ હત્યા માટે ગૌસ અને રિયાઝને પાકિસ્તાનથી ફરમાન મળ્યું હતું. પાકિસ્તાનથી આકાએ હત્યા માટે ગૌસ અને રિયાઝને ઉક્સાવ્યા હતા. મર્ડર બાદ ગૌસે 'જે ટાસ્ક આપ્યું હતું તે પૂરું કર્યું' એવો મેસેજ કર્યો હતો. હત્યામાં કેટલાક અન્ય લોકો પણ સામેલ હોવાનો શક છે. મોહમ્મદ ગૌસને ધારદાર હથિયાર બનાવવાનું કહેવાયું હતું. એસકે એન્જિનિયરિંગ ફેક્ટરીમાં હથિયાર બનાવવામાં આવ્યા હતા. વીડિયો બનાવવાનો હેતુ લોકોને ઉક્સાવવાનો હતો. ગૌસ અને રિયાઝ દહેશત ફેલાવવા માટે ત્રીજો વીડિયો વાયરલ કરવા માંગતા હતા. ગૌસ અને રિયાઝે હત્યા પહેલા દુકાનથી સીસીટીવી હટાવ્યા હતા. 

કરાઈ રહ્યું હતું બ્રેઈન વોશ
અત્યાર સુધીની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે હત્યાના આરોપી રિયાઝ અને ગૌસ મોહમ્મદનું પાકિસ્તાનના આકાઓ સતત બ્રેઈન વોશ કરી રહ્યા હતા. તેઓ ભારતમાં સતત મોટી ઘટનાઓ માટે ઉક્સાવી રહ્યા હતા. એટલું જ નહીં તેમણે નુપુર શર્માના નિવેદન બાદ પાકિસ્તાની હેન્ડલરોએ તેમને એવું પણ કહ્યું હતું કે ભારતમાં એવો ધડાકો કરો કે સમગ્ર દેશ હલી જાય. સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યારે પણ આ બંને આરોપીઓ પાકિસ્તાની આકાઓ સાથે વાત કરતા તો તેઓ ઈસ્લામ માટે કઈક મોટું કરવા માટે ઉશ્કેરતા હતા. આ બંને આરોપીઓ બોમ્બ ધડાકા માટે આરડીએક્સના જુગાડમાં પણ લાગ્યા હતા. જો કે આ મામલાની તપાસ એનઆઈએ શરૂ કરશે, ત્યારબાદ જ સમગ્ર કેસનો ખુલાસો થઈ શકશે. 

હત્યામાં 4 નહીં 5 લોકો હતા સામેલ
ઉદયપુર હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવો ખુલાસો થયો છે કે આ હત્યા કેસમાં 4 નહીં પરંતુ 5 લોકો સામેલ હતા. મોહમ્મદ ગૌસ અને રિયાઝ આ બંનેએ કન્હૈયાની હત્યા કરી હતી. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે બેકઅપ પ્લાન તૈયાર કરાયો હતો. જેમાં 3 લોકો સામેલ હતા. એટલે કે આ હત્યાના પ્લાનિંગમાં 5 લોકો સામેલ હતા. સૂત્રોના જણાવ્યાં મુજબ બેકઅપ પ્લાનમાં મોહસિન અને આસિફ, કન્હૈયાની દુકાનથી થોડે દૂર ઊભા હતા અને તેમની પાસે એક અન્ય વ્યક્તિ પણ હાજર હતો. તેઓ સ્કૂટી પર સવાર હતા. 

પોલીસના સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું પ્લાનિંગ હતું કે જો ગૌસ અને રિયાઝ પકડાયા હોત તો આ બંનેને ત્યાંથી બહાર કાઢવાનું કામ આ ત્રણેયનું હતું. તેમની પાસે પણ ખંજર હતા અને તેઓ ભીડ પર હુમલો કરીને તેમને બચાવી લેત એવું પ્લાનિંગ હતું. આ સમગ્ર ખુલાસો આ મામલે પકડાયેલા 2 આરોપીઓની પૂછપરછમાંથી થયો છે. મોહસિન અને આસિફને આજે જયપુરની NIA ની વિશેષ કોર્ટમાં હાજર  કરવામાં આવશે. 

નિર્દય હત્યાથી દેશ હચમચી ગયો
ઉદયપુરમાં કન્હૈયાલાલની નિર્દયી રીતે કરાયેલી હત્યાથી સમગ્ર દેશ હચમચી ગયો છે અને લોકોમાં આક્રોશ છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ હાલ NIA ને સોંપાયા છે. આજે જયપુરની સ્પેશિયલ કોર્ટમાં આ આરોપીઓને રજૂ કરાશે. કન્હૈયાલાલ મર્ડર કેસમાં વધુ એક ખુલાસો થયો છે. ઘટનાસ્થળેથી સફેદ સ્કૂટી મળી છે. આ સ્કૂટી ગૌસ મોહમ્મદના નામે રજિસ્ટર્ડ છે અને ઘટના સમયે ત્યાં જ હતી. બીજા હત્યારા રિયાઝનું બાઈક પણ મળી આવ્યું છે. હત્યા બાદ આ 2611 નંબરવાળી બાઈકથી હત્યારાઓ ભાગ્યા હતા. હત્યાના વિરોધમાં રાજસ્થાનના અનેક શહેરોમાં આજે બંધનું આહ્વાન પણ કરાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news