ઉદયપુરમાં ધોળે દિવસે દરજી કન્હૈયાલાલની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં અલર્ટ જાહેર છે. રાજ્યમાં કલમ 144 લાગૂ છે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ છે. આ બધા વચ્ચે મૃતક કન્હૈયાલાલનો એક દર્દભર્યો પત્ર સામે આવ્યો છે જેમાં તેણે લગભગ 17 દિવસ પહેલા  ઉદયપુર પોલીસને આ અંગે એક ફરિયાદ કરી હતી. ફરિયાદપત્રમાં કન્હૈયાલાલે તેમની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમણે પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. પોલીસે બંને પક્ષને પોલીસ સ્ટેશન બોલાવીને સમાધાન કરાવ્યું હતું. આ ઘટના બાદ હવે સમાધાન કરાવનારા ધાનમંડી પોલીસ મથકના ASI ભંવરલાલને સસ્પેન્ડ કરી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્હૈયાલાલે લખ્યો હતો પત્ર
મૃતક કન્હૈયાલાલે 15 જૂનના રોજ પોલીસને એક ફરિયાદ પત્ર આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે 5-6 દિવસ પહેલા મોબાઈલ પર ઈન્ટરનેટ દ્વારા તેના પુત્રથી ગેમ રમતા રમતા વોટ્સએપ પર આપત્તિજનક સ્ટેટસ પોસ્ટ થઈ ગયું હતું. મને તેની જાણકારી નહતી કે ન તો મને ફોન ચલાવતા આવડે છે. પરંતુ ત્યારબાદ કેટલાક લોકો તેમની દુકાને આવ્યા અને મોબાઈલથી આપત્તિજનક પોસ્ટ વિશે જાણકારી આપી. ત્યારબાદ મે પોસ્ટ ડિલીટ કરી નાખી. કન્હૈયાલાલે આગળ લખ્યું કે મારા વિરુદ્ધ 11 જૂનના રોજ મારા પાડોશી દ્વારા કેસ દાખલ કરાયો. 


પોલીસ પાસે માંગી હતી સુરક્ષા
કન્હૈયાલાલે પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું હતું કે નાઝિમ અને તેની સાથે 5 લોકો તેની દુકાનની રેકી કરી રહ્યા છે. મને દુકાન ખોલવા દેતા નથી. મારી દુકાન ખોલતા જ આ લોકો મને મારી નાખવાની કોશિશ કરશે. નાઝિમે મારો ફોટો સમાજગ્રુપમાં વાયરલ કર્યો છે. બધાને કહી દીધુ છે કે આ વ્યક્તિ જો ક્યાંય પણ દેખાય કે દુકાને આવે તો તેને મારી નાખવો. આ લોકો દબાણ બનાવી રહ્યા છે કે જો મે દુકાન ખોલી તો મને મારી નાખવામાં આવશે. એટલું જ નહીં કન્હૈયાલાલે નાઝિમ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગી પણ કરી હતી. આ સાથે જ સુરક્ષા પણ માંગી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube