મુંબઈઃ Uddhav Thackeray announces resignation: મહારાષ્ટ્રમાં છેલ્લા 9 દિવસથી સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો હતો. રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના નિર્દેશ બાદ શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલના આદેશ પ્રમાણે 30 જૂને જ ફ્લોર ટેસ્ટ થશે. સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર સંબોધન કરી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. આ સાથે ઠાકરેએ વિધાન પરિષદનું સભ્ય પદ પણ છોડી દીધુ છે. એટલે કે એકનાથ શિંધેના બાણથી શિવસેનાના ધનુષનો સફાયો થઈ ગયો છે. એક નજર કરો મહારાષ્ટ્રની રાજનીતિની ટાઇમલાઇન પર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra Political Crisis Timeline:


- 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી થઈ અને ચૂંટણી બાદ તત્કાલ શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદે ગાયબ થઈ ગયા અને પછી તેમના લોકેશન વિશે કોઈ માહિતી મળી નહીં.


- નાટકીય રીતે તે સમાચાર આવ્યા કે એકનાથ શિંદે 11 ધારાસભ્યોની સાથે ભાજપ શાસિત રાજ્ય ગુજરાતના શહેરમાં રોકાયા હતા. 


- આગામી દિવસે ઠાકરેએ પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી. ત્યારબાદ શિવસેનાના 10-12 અન્ય ધારાસભ્યો મહારાષ્ટ્રમાં નહોતા. 


- એકનાથ શિંદેને શિવસેના પાર્ટીના વ્હીપના પદેથી હટાવી દીધા.


- શિવસેનાએ વધુ ધારાસભ્યો ન ગુમાવવાના ડરથી પોતાના બાકી ધારાસભ્યોને મુંબઈની અલગ-અલગ હોટલમાં રાખ્યા. 


- એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને અઘાડી સાથે ગઠબંધન તોડી અને ભાજપ સાથે સરકાર બનાવવાનું કહ્યું. 


- શિંદેનો દાવો છે કે તેમની પાસે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. 


- શિંદેએ પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવાથી બચવા માટે 37થી વધુ ધારાસભ્યો (55ની કુલ સંખ્યાના બે તૃતિયાંશ) ના સમર્થનની જરૂરીયાત હતી. 


- 22 જૂને શિંદે 40 ધારાસભ્યોની સાથે અસમના ગુવાહાટી પહોંચી ગયા. 


- તે દિવસે સાંજે ઠાકરેએ જાહેરાત કરી કે તે ગઠબંધનના નેતા અને મુખ્યમંત્રીના રૂપમાં પદ છોડવા તૈયાર છે. 


- ત્યારબાદ તેમણે પરિવારની સાથે મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસ્થાન વર્ષા છોડી દીધુ અને પોતાના અંગત આવાસ માત્રોશ્રી શિફ્ટ થઈ ગયા. 


- શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ભાજપ પર શિવસેનાની અંદર વિદ્રોહ કરવા અને એમવીએ ગઠબંધન સરકારને પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. 


- 23 જૂને શિંદેને 37થી વધુ ધારાસભ્યોએ શિવસેના ધારાસભ્યો દળના નેતા જાહેર કરી દીધા.


- 24 જૂને શિવસેનાના બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ એક અરજી દાખલ કરી અને માંગ કરી કે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલે શિંદે જૂથના 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરે. જીરવાલે શિવસેના નેતાઓથી મુલાકાત કરી અને બાદમાં કાયદાકીય મત માટે મહારાષ્ટ્રના વરિષ્ઠ વકીલ સાથે મુલાકાત કરી હતી. 


- ભારતનું સમર્થન કરી રહેલા બે અપક્ષ ધારાસભ્યોએ જીરવાલ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો. 34 ધારાસભ્યો દ્વારા સહી કરેલા આ પ્રસ્તાવને જીરવાલે નકારી દીધો કારણ કે આ અરજી એક અજાણ્યા ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી. 


- તે દિવસે શિંદેએ કથિત રીતે ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસની સાથે ગુજરાતના વડોદરામાં મુલાકાત કરી. સૂત્રો પ્રમાણે આ મુલાકાતમાં એમવીએ સરકારને પાડવા માટે વિલય કે ગઠબંધનની યોજના પર ચર્ચા થઈ.


- 26 જૂને શિંદેએ ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ મત નામંજૂર થવા પર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. 


- 27 જૂને સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે 11 જુલાઈની તારીખ નક્કી કરી અને ડેપ્યુટી સ્પીકર જીરવાલને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે એક વિસ્તૃત એફિડેવિડ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. 


- 28 જૂને સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી ઠાકરેએ સરકાર બચાવવા માટે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડવણીસ સાથે બે વખત મુલાકાત કરી હતી. 


- ઉદય સામંતે સ્પષ્ટ કર્યુ કે તે છેલ્લા કેટલાક દિવસથી શિવસેના પાર્ટીને નબળી પાડવા માટે સહયોગી દળો દ્વારા રચવામાં આવેલા ષડયંત્રથી થાકીને ગુવાહાટી પહોંચ્યા. 


- આ વચ્ચે સામે આવ્યું કે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે પડદાની પાછળ કામ કરી રહી છે. સૂત્રો પ્રમાણે ભાજપ અને એકનાથ શિંદેએ સંભવિત મંત્રીમંડળ પર ચર્ચા કરી. ભાજપના 28 મંત્રી અને શિંદે જૂથને 12 મંત્રીપદ આપવામાં આવી શકે છે. 


- ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને ફ્લોર ટેસ્ટની માંગ કરી. 


- રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 30 જૂને ફ્લોર ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો. 


- રાજ્યપાલના નિર્દેશ પર શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે 30 જૂને રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના નિર્ણયને યથાવત રાખ્યો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર સંબોધન કરી મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube