Uddhav Thackeray Remarks On Balasaheb: મહારાષ્ટ્રના રાજકારણ હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપતા દાવો કર્યો કે તેમના દિવંગત પિતા અને શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેએ 2002ના ગોધરા રમખાણો બાદ જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ ઉઠી હતી તે વખતે નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને અડશો નહીં, જો મોદી જશે તો ગુજરાત જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના દિગ્ગજ નેતાએ કરી હતી વાત
શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માગણી ઉઠી હતી તે સમયે ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહાર વાજપેયી દેશના પ્રધાનમંત્રી હતા. આ દરમિયાન ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી એક રેલીમાં  ભાગ લેવા મુંબઈ આવ્યા હતા અને બાળ ઠાકરે સાથે આ જે માગણી ઉઠી હતી તેના પર ચર્ચા પણ થઈ હતી. આ સાથે તેમણે કહ્યું કે અમે રેલી બાદ વાતચીત કરી રહ્યા હતા. અડવાણીએ કહ્યું કે બાળાસાહેબ સાથે થોડી ચર્ચા કરવી છે ત્યારબાદ હું અને ભાજપના દિગ્ગજ દિવંગત નેતા પ્રમોદ મહાજન જતા રહ્યા. અડવાણીએ મોદી વિશે વાત કરી અને બાળાસાહેબને પૂછ્યું કે મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી પર તેઓ શું વિચારે છે. 


'મોદીને અડશો નહીં'
મોદીને તે વખતે પ્રધાનમંત્રી પદનો ચહેરો જાહેર કરાયા નહતા. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે 'બાળાસાહેબે કહ્યું કે મોદીને અડશો નહીં. જો મોદીને હટાવશો તો ભાજપ ગુજરાત હારશે અને તેના કારણે હિન્દુત્વને નુકસાન થશે.' આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ એક વ્યક્તિ તરીકે પીએમ મોદીનું સન્માન કરે છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં વર્ષ 2019માં થયેલી વિધાનસભા ચૂંટણી સુધી ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. પરંતુ પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી પદ માટે તડાતડી થઈ અને પછી તો શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લીધી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube