મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ગવર્નર ભગતસિંહ કોશ્યારી બહુ જલદી વિધાન પરિષદના સભ્ય નોમિનેટ કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. વાત જાણે એણ છે કે મુખ્યમંત્રીની ખુરશી બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેએ 28મી મે પહેલા પ્રદેશના કોઈ પણ સદનની સદસ્યતા મેળવવી જરૂરી છે અને વિધાન પરિષદની એક સીટ પર નોમિનેટેડ સભ્ય બનાવવા માટે મહારાષ્ટ્રની કેબિનેટે ગવર્નરને બે-બે વાર પોતાની ભલામણ મોકલી પરંતુ રાજભવને ચૂપકીદી સાધી રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્ર જણાવે છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ અંગે ચર્ચા કરી છે. મહારાષ્ટ્રમાં ફરીથી રાજકીય સંકટ જોવા મળી રહ્યું છે અને તેમને નોમિનેટેડ એમએલસી બનાવવાની કોશિશોને લઈને પ્રદેશના ભાજપના નેતાઓના નિવેદનોએ સીએમ ઠાકરેની ચિંતા પણ વધારી દીધી છે. શિવસેનાના નેતાઓનું માનીએ તો વડાપ્રધાનની મધ્યસ્થતાથી રાજભવન આ અંગે જલદી નિર્ણય લઈ શકે છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બર 2019ના રોજ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને પ્રદેશમાં મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી હતી. જેથી કરીને મુખ્યમંત્રીની ખુરશી જાળવી રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ 28મી મે પહેલા પ્રદેશના કોઈ પણ સદનની સદસ્યતા મેળવવી જરૂરી છે. 


મહારાષ્ટ્રમાં ગત 26 માર્ચના રોજ પ્રદેશમાં 9 વિધાનસ પરિષદની બેઠકો પર ચૂંટણી થવાની હતી પરંતુ પ્રદેશમાં કોરોના સંક્રમણના વધતા જોખમના કારણે ચૂંટણી અનિશ્ચિતકાળ માટે ટાળવામાં આવી છે. ઠાકરે કેબિનેટે 9 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના ગવર્નરને ઉદ્ધવને એમએલસી નોમિનેટેડ કરવા માટે ભલામણ પત્ર પણ લખ્યો હતો. ભારતીય બંધારણની કલમ 171 હેઠળ રાજ્યપાલ નિશ્ચિત સંખ્યામાં વિ્ધાન પરિષદમાં સભ્યોને નોમિનેટ કરવાનો બંધારણીય હક મળેલો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube