મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  અને ભાજપના નેતા નીતિન ગડકરી (Nitin Gadkari) ના ભરપેટ વખાણ કર્યાં. તેમણે બંનેને રાજ્યના વિકાસ માટે કામ કરવાનો શ્રેય આપ્યો. નોંધનીય છે કે લાંબા સમય સુધી ભાજપ (BJP)  સાથે ગઠબંધનમાં રહ્યાં બાદ તાજેતરમાં શિવસેના વિધાનસભા ચૂંટણી બાદ ભાજપથી અલગ થઈ અને અલગ વિચારધારાવાળી કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવી હતી. હવે ઉદ્ધવના નિવેદનથી અટકળોનો દોર ચાલુ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયા કેસ: વકીલનો આરોપ, 'મુકેશને જેલમાં અક્ષય સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરાયો હતો'


ફડણવીસ-ગડકરીના કર્યા વખાણ
નાગપુર મેટ્રોની એક્વા લાઈનના ઉદ્ધાટન માટે વીડિયો લિંકથી જોડાયેલા ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરીના રાજ્યના વિકાસ માટે પગલાં ભરવા બદલ વખાણ કર્યાં. ઠાકરેએ કહ્યું કે અમે સરકારનો ભાગ હતાં. અમે ભલે એક જ ટ્રેનમાં નહતાં પરંતુ આજે  અમે એક જ સ્ટેશન પર ઊભા છીએ. રાજકારણમાં જ્યારે કોઈ કામના શ્રેયની વાત આવે છે તો એક નેતા ત્યાં સુધી નેતા ન હોય જ્યાં સુધી તે શ્રેય ન લે. પરંતુ હું નમ્રતાથી કહેવા માંગુ છું કે અમને શ્રેય નહીં પરંતુ આશીર્વાદ જોઈએ છે. તેમણે સેના સંસ્થાપક બાળ ઠાકરેના વર્લી બાંદ્રા સી લિંકના સપનાને સાકાર  કરવા માટે ગડકરીના વખાણ પણ કર્યાં. 


CM પદ માટે શિવસેના કેવી રીતે થઈ કોંગ્રેસ આગળ 'નતમસ્તક'?, અશોક ચવ્હાણે કર્યો ખુલાસો


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...