મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓની રાજ્યમાં મંદિર ખોલવાની માગ બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને બંધ પડેલા ધર્મસ્થળો ખોલવાની વિનંતી કરી છે. તેના પર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપતા કહ્યુ કે, જે રીતે સીધું લૉકડાઉન લગાવવું યોગ્ય નહતું, તે રીતે તેને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવું યોગ્ય નથી. રાજ્યપાલ તરફથી સેક્યુલર હોવાની વાત પર પલટવાર કરતા ઉદ્ધવે કહ્યુ- 'હા, હું હિન્દુત્વનું અનુસરણ કરુ છું અને મારા હિન્દુત્વને તમારી પુષ્ટિની જરૂર નથી.' તો શિવસેના સાંસદ સંજય રાઉતે પણ રાજ્યપાલ પર નિશાન સાધ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યમાં કોરોનાને કારણે બંધ પડેલા ધર્મસ્થળો ખોલવાની વિનંતી કરી હતી. રાજ્યપાલે કટાક્ષ કરતા પૂછ્યુ કે, શું ઉદ્ધવને ઈશ્વર તરફથી કોઈ ચેતવણી મળી છે કે ધર્મસ્થળો બીજીવાર ખોલવાનું ટાળતા રહેવું કે પછી તે સેક્યુલર થઈ ગયા છે. 


બંધારણનું પાલન કરવા માટે તૈયાર નથી રાજ્યપાલ
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના સવાલ પર શિવસેના નેતા અને સાસંદ સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર બંધારણમાં જણાવવામાં આવેલા ધર્મનિરપેક્ષતા શબ્દના વાસ્તવિક અર્થને ધ્યાનમાં રાખીને ગંભીર છે. સરકાર કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખતા નિર્ણય લઈ રહી છે. તેવામાં રાજ્યપાલનો પત્ર સાબિત કરે છે કે તે ભારતના બંધારણનું પાલન કરવા તૈયાર નથી. 


તનિષ્કની નવી જાહેરાત પર લોકો લાલઘૂમ, આખરે કંપનીએ હટાવ્યો વીડિયો

બાર, રેસ્ટોરન્ટ ખુલે તો મંદિર બંધ કેમ
ગવર્નર કોશ્યારીએ પત્રમાં આગળ લખ્યુ કે, દુર્ભાગ્ય છે કે તે જાહેરાતના ચાર મહિના બાદ પણ તમે એકવાર ફરી પૂજા સ્થળો પર લાગેલ પ્રતિબંધ વધારી દીધો છે. તે હાસ્યાસ્પદ છે કે  એક તરફ સરકાર બાર, રેસ્ટોરન્ટ અને સમુદ્રી બીચ ખોલી દીધા છે તો બીજીવરફ દેવી-દેવતા લૉકડાઉનમાં રહેવા શ્રાપ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube