મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ ઉપરાંત એનસીપીના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બાલાસાહેબ થોરાત નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક યોજાવાની છે, જેમાં ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા ચૂંટવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. 


મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- 'અમારી પાસે બહુમત નથી'


આ અગાઉ મંગળવારે બપોરે અજીત પવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું સોંપી દેવાયા પછી ફડણવીસે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, "અમને 105 સીટનો જનાદેશ મળ્યો હતો. તેના માટે હું રાજ્યની જનતાનો આભાર માનું છું. શિવસેનાએ નંબર ગેમ રમીને ભાજપ સાથે વાટાઘાટો કરવાને બદલે અન્ય પાર્ટીઓ સાથે વાતચીત શરૂ કરી. રાજ્યમાં કોઈ સરકાર ન બનતાં અજીત પવાર અમારી પાસે એનસીપીના ધારાસભ્યોના ટેકાનો પત્ર લઈને અમારી પાસે આવ્યા હતા. આથી, અમે સરકાર બનાવી હતી."


ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ માટે સીએમ રહેશે: સંજય રાઉત


ફડણવીસે વધુમાં જણાવ્યું કે, "અજીત પવારે મને મળ્યા અને કહ્યું કે તેઓ વ્યક્તિગત કારણોસર સરકારમાં રહી શકે એમ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બુધવારે ફ્લોર ટેસ્ટ કરાવીને અમે બહુમત સાબિત કરી શકીએ એમ નથી. અમારી પાસે પુરતી સંખ્યા નથી અને ભાજપ ક્યારેય હોર્સ ટ્રેડિંગમાં માનતો પક્ષ નથી. જે કોઈ નવી સરકાર બનાવશે તેને અમારી શુભેચ્છા છે."


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....