મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- 'અમારી પાસે બહુમત નથી'

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને લઇને આવેલા સુપ્રીમ કોર્ટ ફેંસલા બાદ અચાનકથી રાજ્યમાં મોટા રાજકીય ફેરફાર થવાનું શરૂ થઇ ગયું. ડેપ્યુટી સીએમ અજિત પવારના રાજીનામા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યની જનતાએ ભાજપ અને શિવસેના ગઠબંધનને બહુમત આપ્યો હતો.

મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- 'અમારી પાસે બહુમત નથી'

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટને લઇને આવેલા સુપ્રીમ કોર્ટ ફેંસલા બાદ અચાનકથી રાજ્યમાં મોટા રાજકીય ફેરફાર થવાનું શરૂ થઇ ગયું. ડેપ્યુટી સીએમ અજિત પવારના રાજીનામા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યની જનતાએ ભાજપ અને શિવસેના ગઠબંધનને બહુમત આપ્યો હતો. શિવસેનાએ પરિણામો બાદ એમ કહેવાનું શરૂ કરી દીધું હતું કે બંને પાર્ટીઓના અઢી-અઢી વર્ષ માટે સીએમ રહેશે. પરંતુ એવો કોઇ પ્રસ્તાવ ચૂંટણી પહેલાં આપવામાં આવ્યો ન હતો. ના તો કોઇ એવો કરાર થયો હતો.  

ભાજપ અધ્યક્ષ અમિત શાહજીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એવો કોઇ વાયદો કરવામાં આવ્યો ન હતો. જે વાયદા થયા હતા તેના પર અમે કાયમ રહ્યા હતા પરંતુ અઢી વર્ષના સીએમ બનાવવાનો કોઇ વાયદો કર્યો ન હતો. પરંતુ આ દરમિયાન શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે વાતચીત શરૂ કરી દીધી. ત્યારબાદ સૌથી મોટી પાર્ટીના રૂપમાં રાજ્યપાલે ભાજપને બોલાવી હતી પરંતુ અમારી પાસે સંખ્યા ન હતી. ત્યારબાદ શિવસેનાને બોલાવવામાં આવી હતી, શિવસેનાના દાવાનો ખુલ્લી મજાક બની ગઇ ના કોઇ ચિઠ્ઠી આવી કોઇ સરકાર બની. ત્યારબાદ એનસીપીને પણ તક આપવામાં આવી અને પછી રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. ઘણા દિવસોની રાજકીય ગતિવિધીઓ વચ્ચે શિવસેના-એનસીપી અને કોંગ્રેસે સરકાર બનાવવા માટે તોડજોડ શરૂ કરી દીધી. પરંતુ ત્રણેય પક્ષો વચ્ચે કોઇ કોમન મિનિમમ પ્રોગ્રામ બની ન શક્યો.

અજિત પવારે મને રાજીનામું આપી દીધું છે. અમે ભાજપવાળ કોઇપણ પ્રકારનું હોર્સ ટ્રેડિંગમાં સામેલ થતા નથી. એટલા માટે અજિત દાદા ગયા બાદ અમારા માટે કંઇક બાકી રહ્યું નથી. હું રાજ્યપાલને રાજીનામું આપવા માટે જઇ રહ્યો છું. ભાજપ કોઇપણ પ્રકારની હોર્સ ટ્રેડિંગ કરશે નહી, અમે કોઇપણ પક્ષના ધારાસભ્યને પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરીશું નહી. ભાજપ મહારાષ્ટ્રમાં પ્રભાવી વિપક્ષની ભૂમિકા ભજવશે. ગત પાંચ વર્ષમાં અમે જે કામ કર્યા છે તેનાથી ખબર પડે છે કે અમે જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છીએ. 

મહારાષ્ટ્રમાં આજે સત્તાના લોભ માટે અલગ અલગ વિચારધારાવાળી પાર્ટીઓ સાથે આવી છે. તમે જોયું કે અજિત પવારના રાજીનામા બાદ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે 5 વર્ષના શિવસેના ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હશે. સંજય રાઉતે કહ્યું કે પાંચ વર્ષ માટે એનસીપી માટે એનસીપી કોંગ્રેસ અને શિવસેના ગઠબંધનથી સરકાર ચલાવશે. સંજય રાઉતે એમપણ કહ્યું કે અજિત પવાર પણ અમારી સાથે આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news