મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનું ઘર 'માતોશ્રી' હંમેશાં કેન્દ્રબિન્દુ રહ્યું છે. વિવિધ પક્ષોના નેતાઓ શિવસેનાનો ટેકો લેવા માટે આ પરિવારના વડાને મળવા માટે હંમેશાં માતોશ્રીની મુલાકાત લેવા જતા રહ્યા છે. જોકે, આ વખતે વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. બીજી રીતે કહીએ તો ઉલટી ગંગા વહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ-શિવસેના ગઠબંધન તુટી જવાની સાથે જ સત્તા માટે નવો સાથીદાર શોધવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને 'માતોશ્રી'ની બહાર નિકળવું પડ્યું છે. રાજ્યમાં સરકારની રચના બનાવવા માટે ઉદ્ધવ આજે હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં એનસીપીના નેતા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ એ તો નક્કી થયું નથી, પરંતુ સૂત્રો અુસાર ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવા માટે શરદ પવારને સાથે આવવા આમંત્રણ આપ્યું છે. 


આ અગાઉ સવારે એનસીપીની બેઠક પછી પાર્ટીના નેતા નવાબ મલિકે સાંજે 4 કલાકે કોંગ્રેસની બેઠક પછી પોતાની પોઝીશન સ્પષ્ટ કરશે. તેમણે કહ્યું કે, એનસીપી અને કોંગ્રેસે ભેગા મળીને ચૂંટણી લડી હતી. આથી કોંગ્રેસનો અભિપ્રાય જાણ્યા પછી જ એનસીપી આગળના પગલા અંગે નિર્ણય લેશે. આ દરમિયાન ઉદ્ધવ સાથે મુલાકાત પછી શરદ પવાર અને અજિત પવાર ફરી એક વખત એનસીપીના નેતાઓ સાથે સાંજે 4 કલાકે મુલાકાત કરવાના છે. 


કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસનું નેતૃત્વ સાંજે 4 કલાકે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સાથે મીટિંગ કરશે. સૂત્રો અનુસાર આ મિટિંગમાં શિવસેનાને અંદરથી કે બહારથી ટેકો આપવા અંગે નિર્ણય લેવાશે. જોકે, કોંગ્રેસના 44 ધારાસભ્યોમાંથી મોટાભાગના શિવસેનાના નેતૃત્વમાં બનનારી સરકારમાં જોડાવા ઈચ્છુક છે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....