ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરના રોજ શિવાજી પાર્કમાં લેશે મુખ્યમંત્રી પદના શપથઃ બાલાસાહેબ થોરાત
શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ ભેગા મળીને `મહા વિકાસ અઘાડી ગઠબંધન`ના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને ચૂંટી કાઢ્યા હતા. ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા પછી `મહા વિકાસ અઘાડી`ના ધારાસભ્યો અને નેતાઓએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર લખીને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નેતા જાહેર કર્યા હતા.
મુંબઈઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બર એટલે કે ગુરુવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણનું આયોજન મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાતે પત્રકારોને આ માહિતી આપી હતી. શપથ ગ્રહણસમારોહ સાંજે 5.30 કલાકે યોજાશે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ મોકલવામાં આવશે.
શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ ભેગા મળીને 'મહા વિકાસ અઘાડી ગઠબંધન'ના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને ચૂંટી કાઢ્યા હતા. ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા પસંદ કર્યા પછી 'મહા વિકાસ અઘાડી'ના ધારાસભ્યો અને નેતાઓએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પત્ર લખીને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નેતા જાહેર કર્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસ જ નહીં આ નેતાઓ પણ રહ્યા છે 'થોડા' દિવસના 'મુખ્યમંત્રી'!!!
આ અગાઉ ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા પછી ઉદ્ધવ ઠાકરે સીધા પોતાના આવાસ માતોશ્રી પહોંચ્યા હતા અને શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્રાઈડન્ટ હોટલમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા.
ફડણવીસની સરપ્રાઈઝથી સરેન્ડર સુધીઃ મહારાષ્ટ્રમાં 80 કલાકના 8 મોટા ઘટનાક્રમ
ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા પછી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ભાજપને જ્યારે જરૂર ન હતી ત્યારે શિવસેનાને એકલી છોડી દીધી હતી. દેવેન્દ્ર ફડણવીસના આરોપનો જવાબ આપતા તેમણે કહ્યું કે, શિવસેના કોંગ્રેસ કે સોનિયા ગાંધી સામે ઝુકી નથી, પરંતુ અમે તેમને ગળે લગાવ્યા છે. શિવસેના પ્રમુખે વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર કહ્યું કે, મુખ્યમંત્રી બન્યા પછી તેઓ દિલ્હી જઈને મોટા ભાઈને મળશે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube