પટનાઃ કોંગ્રેસના નેતા ઉદિત રાજે અહીં મંગળવારે ભાજપ પર પ્રહાર કરતા સમયે રાષ્ટ્રપિત પદની ગરિમાનું પણ ધ્યાન રાખ્યું નહીં. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ભાજપને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવા દલિત જોઈએ છે. આટલું જ નહીં, તેમણે રાષ્ટ્રપતિ પર પણ આરોપ લગાવ્યો અને જણાવ્યું કે,તેમણે દલિત હોવા છતાં પણ દલિતો માટે કોઈ કામ કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા ઉદિત રાજે પટનામાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "હું મુંગો-બહેરો ન બન્યો, એટલે ભાજપને સહન થયું નહીં. તેમના આંતરિક સરવેમાં વિજેતા સાંસદ હોવા છતાં પણ મારી ટિકિટ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં કાપી દેવાઈ છે."


સુષમા સ્વરાજે આપ્યો મમતાને તમતમતો જવાબ, 'દુશ્મની કરો, પરંતુ મર્યાદામાં રહીને'


તેમણે કહ્યું કે, "ત્રણ વર્ષમાં 500થી વધુ ન્યાયાધિશની નિયુક્તિ થઈ છે, પરંતુ તેમાં એક પણ દલિત નથી. આ ઉપરાંત પણ અનેક પદો પર ભરતી કરાઈ છે, પરંતુ દલિતોને કોઈ સ્થાન મળ્યું નથી. ભાજપ સરકારે દલિતો માટે કશું જ કર્યું નથી. દલિતો અંગે બોલવાને કારણે જ મને બહાર કરી દેવાયો છે."


તેમણે બિહાર સરકારને દલિત વિરોધી જણાવતા કહ્યું કે, બિહાર સરકારમાં લગભગ દોઢ લાખ કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી પડેલી છે, સરકાર ભરતી કરવાને બદલે ખાલી પદોની વિગતો જાહેર કરી રહી છે. રાજ્યમાં લગભઘ 75 હજાર સ્કૂલ છે અને વિદ્યાર્થીઓની હાજરી માત્ર 28 ટકા જ રહી છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....