સુષ્મા સ્વરાજે આપ્યો મમતાને તમતમતો જવાબ, 'દુશ્મની કરો, પરંતુ મર્યાદામાં રહીને'

કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે ટ્વીટ કરીને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને આડેહાથ લીધા હતા. સુષમાએ મમતાને બશીર બદ્રની એક શાયરી દ્વારા જવાબ આપ્યો છે 
 

સુષ્મા સ્વરાજે આપ્યો મમતાને તમતમતો જવાબ, 'દુશ્મની કરો, પરંતુ મર્યાદામાં રહીને'

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે ટ્વીટ કરીને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને આડેહાથ લીધા હતા. સુષમાએ મમતાને બશીર બદ્રની એક શાયરી દ્વારા જવાબ આપ્યો છે. આ ટ્વીટ દ્વારા તેમણે રાજનીતિમાં દોસ્તી અને દુશ્મનીની વાત કરી છે. વિદેશ મંત્રીએ એક અન્ય ટ્વીટ કરી જેમાં તેમણે પ્રિયંકા ગાંધીને મનમોહન સિંહની સરકારની યાદ અપાવી છે અને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કેવી રીતે અધ્યાદેશને ફાડીને ફેંકી દીધો હતો. 

સુષમા સ્વરાજે લખ્યું કે, "પ્રિયંકા જી, આજે તમે અહંકારની વાત કરી છે. હું તમને યાદ અપાવું કે અહંકારની પરાકાષ્ઠા તો એ દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના જ વડાપ્રધાન ડો. મનમોહન સિંહજીનું અપનાન કરીને રાષ્ટ્રપતિએ આપેલા અધ્યાદેશને ફાડીને ફેંકી દીધો હતો. કોણ કોને સંભળાવી રહ્યું છે?"

સુષમા સ્વરાજે શું કહ્યું? જુઓ વીડિયો

બીજી ટ્વીટમાં સુષમાએ મમતા બેનરજીને જવાબ આપ્યો છે અને લખ્યું કે, 'મમતાજી, આજે તમે તમામ હદ પાર કરી દીધી છે. તમે એક પ્રદેશના મુખ્યમંત્રી છો અને મોદીજી દેશના વડાપ્રધાન છે. આજે નહીં તો આવતીકાલે તમારે તેમની સાથે વાત કરવાની છે. આથી બશીર બદ્રની એક શાયરી યાદ અપાવું છું. "દુશ્મની જમ કર કર લેકિન યે ગુંજાઈશ રહે, જબ કબી હમ દોસ્ત હો જાએં તો શર્મિંદા ન હોં."'

આ નેતાએ તો હદ કરી, પીએમ મોદીને ગણાવ્યા મોડર્ન ઓરંગઝેબ.., જુઓ વીડિયો

પ્રિયંકાએ પીએમ મોદી પર કર્યા હતા પ્રહાર
વડાપ્રધાન મોદી પર પરોક્ષ રીતે પ્રહાર કરતા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે અંબાલામાં કહ્યું હતું કે, મહાભારતના દુર્યોધનમાં પણ 'આવો જ અહંકાર હતો.' ભાજપે તેમના આ નિવેદન પર તિખી પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં કહ્યું હતું કે, 'દેશના લોકો નક્કી કરશે કે કોણ દુર્યોધન અને કોણ અર્જુન છે.'

મમતાએ છોડ્યા હતા વાકબાણ
મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કહ્યું હતું કે, 'હું સેલરી કે પેન્શન લેતી નથી. હું પુસ્તકો લખું છું અને તે બેસ્ટ સેલર છે. હું પેઈન્ટિંગ્સના પૈસા નથી લેતી. મને પૈસાની કોઈ જરૂર નથી. હું આ રીતે પાર્ટી ચલાવી રહી છું. મારા માટે પૈસાનું કોઈ મહત્વ નથી. મોદી બંગાળમાં આવીને જ્યારે બોલે છે કે, મમતા બેનરજીની સરકાર પૈસા ઉઠાવે છે, તે સાંભળતા જ મારું મન કરે છે કે જોરથી એક લોકશાહીનો લાફો ચોડી દઉં.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news