Russia Ukraine War: રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્થિતિની જાણકારી આપી હતી. રશિયાના હુમલાથી થયેલી તબાહીનું વર્ણન કરતા તેમણે ભારત પાસે મદદ માંગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને કર્યો કોલ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ પોતે ટ્વિટ કરીને આ વાતચીતની માહિતી આપી હતી. ઝેલેન્સકીએ કહ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. રશિયન હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે તેમને માહિતગાર કર્યા. અત્યારે અમારી જમીન પર એક લાખથી વધુ ઘૂસણખોરો હાજર છે. તેઓ અમારા રહેણાંક વિસ્તારોમાં સતત બોમ્બ ધડાકા કરી રહ્યા છે. પીએમ મોદીને આ હુમલા સામે સુરક્ષા પરિષદમાં અમને રાજકીય સમર્થન આપવા વિનંતી કરી. આ હુમલા સામે પણ અમારી સાથે આવો.


યુક્રેનમાં ત્રીજા દિવસે પણ યુદ્ધ ચાલુ
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કિવથી લગભગ 30 કિલોમીટર દૂર પહોંચી ગયા છે અને હવે શહેર પર બોમ્બ અને મિસાઇલોથી હુમલો કરી રહ્યા છે. બીજી તરફ યુક્રેનની સેના અને સામાન્ય લોકો રશિયન સેના પર જોરદાર હુમલો કરી રહ્યા છે. યુક્રેનિયન સૈન્યએ કિવ તરફ જતા ત્રણ પુલોને ઉડાવી દીધા છે અને યુક્રેનિયન લશ્કરી ટાંકીઓ લડાઇ માટે શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહી છે.

હવે ખાનગી વાહનોને મોટી આપી મોટી રાહત, હવે નહી ચૂકવવો પડે કોઇ ટોલ પર ટેક્સ!


રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારત પાસે માંગી મદદ
આ બધાની વચ્ચે યુક્રેનની સરકાર સતત અન્ય દેશોને કોલ કરીને પરિસ્થિતિથી વાકેફ કરી રહી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ શુક્રવારે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરને કોલ કરીને રશિયા-યુક્રેન યુદ્ધની તાજેતરની સ્થિતિ વિશે જણાવ્યું. શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સ્થિતિ સમજાવવાની સાથે સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ મદદ માંગી હતી.


પીએમ મોદીએ જાનમાલના નુકસાન પર વ્યક્ત કર્યું દુખ
યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ યુદ્ધના કારણે જાન-માલના નુકસાન પર ઊંડું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે એ વાત પર ભાર મુક્યો કે બંને પક્ષ હિંસા રોકીને વાતચીતની ટેબલ પર આવે. પીએમ મોદીએ કહ્યું કે ભારત સંઘર્ષને રોકવા માટેના કોઈપણ પગલાને સંપૂર્ણ સમર્થન આપશે અને આ પ્રક્રિયાને આગળ લઈ જશે.

Russia-Ukraine War Live Update: યૂક્રેનની રાજધાનીમાં કર્ફ્યુ લાગૂ, બહાર નિકળનાર ગણાશે 'દુશ્મન' 


પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં સહકાર આપવા વિનંતી કરી હતી.


રશિયાએ ભારતના તટસ્થ વલણની કરી પ્રશંસા
આ દરમિયાન રશિયાએ ભારત દ્વારા અપનાવવામાં આવેલા ન્યાયી વલણની પ્રશંસા કરી છે. રશિયાએ કહ્યું કે ભારતે અત્યાર સુધી સમગ્ર મામલામાં તાર્કિક વલણ અપનાવ્યું છે અને પરિસ્થિતિને અતિશયોક્તિ કરવાને બદલે વાતાવરણને શાંત કરવાની વાત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube