નવી દિલ્હી: આસામના તિનસુકિયામાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં પાંચ લોકોનાં માત બાદ ઉલ્ફા (The United Liberation Front of Assam) તિનસુકિયા જિલ્લાના બિશ્નોઇમુખ ગામની પાસે ધોલા-સાદિયા પૂલની પાસે થયેલી ફાયરિંગમાં તેઓ શામલે ન હતા. ઉલ્ફાના પ્રચાર વિભાગના સભ્ય રોમલ અસોમે (Romal Asom) ચિઠ્ઠી જાહેર કરી આ જાણકારી આપી હતી. પરંતુ ત્યારબાદ પણ તિનસુકિયામાં વસતા લોકો આ માનવા તૈયાર નથી કે આ ઘટના ઉલ્ફાએ કરી નથી.


ઘટના બાદથી જ ત્યાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આસામ આજે બંધ છે. કેટલીક જગ્યાઓ પર લોકો ટાયર સળગાવી પ્રદર્શન પણ કરી રહ્યાં છે. કોલકાતામાં હત્યાથી ગુસ્સે ભરાયેલા લોકો જગ્યા-જગ્યાએ પ્રદર્શન કરી રહ્યાં છે. આ પ્રદર્શન ઉત્તરી અને દક્ષિણ બંગાળમાં થઇ રહ્યા ચે. તેમને જણાવી દઇએ કે ગુરૂવાર (1 નવેમ્બર) સાંજે લગભગ 7:45 વાગ્યાની આસપાસ હુમલામાં આતંકવાદીઓએ છ યુવાનોને ઉઠાવી લઇ ગયા હતા. ત્યારબાદ આતંકવાદીઓએ આ યુવાનોને ધોલા-સાદિયા પુલ પાસે બ્રહ્મપુત્ર નદીના કિનારે લઇ ગયા અને ગોળી મારી દીધી હતી. તેમાંથી ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થઇ ગયા હતા. ત્યારે એકનું હોસ્પિટલ સારવાર માટે લઇ જતા રસ્તામાં મોત થયું તો અન્ય એક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...