પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ફોર્સ (STF) એ ગુરુવારે ઝાંસીના બારા ગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અને તેના એક સાથી ગુલામને ઠાર માર્યો છે. એન્કાઉન્ટર પછી અતીક અને પુત્ર અશરફને કોર્ટમાં કહેવામાં આવ્યું કે અસદનું એન્કાઉન્ટર થયું છે. આ પછી બંને કોર્ટ રૂમમાં જ રડવા લાગ્યા. પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને અતીક અહેમદ બેહોશ થઈ ગયો અને કોર્ટ રૂમમાં જ પડી ગયો હતો. માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને ઉમેશ પાલ હત્યા કેસના સંબંધમાં પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અતીક અને અશરફને સવારે 11.10 વાગ્યે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દિનેશ ગૌતમની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અતીકને ગુજરાતની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે. બીજી તરફ તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને બરેલીની જેલમાંથી રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ પિતાને હતો પોતાના એનકાઉન્ટરનો ડર અને થઈ ગયું પુત્ર અસદ અહમદનું એનકાઉન્ટર


વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ અને 5 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા અસદ અને ગુલામનું એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. આ એન્કાઉન્ટરમાં નાયબ પોલીસ અધિક્ષક નવેન્દ્ર અને વિમલ સામેલ હતા.


તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારો પણ મળી આવ્યા છે. વર્ષ 2005માં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં મુખ્ય સાક્ષી રહેલા ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની આ વર્ષે 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ વિદેશ અભ્યાસ માટે જવાનું હતું અને બની ગયો UPનો મોસ્ટ વોન્ટેડ, જાણો અસદ અહમદની કહાની


ઉમેશ પાલના પત્ની જયા પાલને નોંધાવેલી ફરિયાદના આધારે 25 ફેબ્રુઆરીના રોજ અતીક અહેમદ, તેના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, અસદ સહિત બે પુત્રો, શૂટર્સ ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય 9 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube