સંયુક્ત રાષ્ટ્રઃ ભારતમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરવામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘથી મોટી મદદ મળી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની એજન્સીઓ તરફથી ભારતને અત્યાર સુધી 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર અને 1 કરોડ મેડિકલ માસ્કની સપ્લાઈ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુતારેસના પ્રવક્તા તરફથી આ જાણકારી આપવામાં આવી છે. યૂએન ચીફના પ્રવક્તા સ્ટીફાને દુજારિકે કહ્યુ કે, ભારતમાં સંયુક્ત રાષ્ટ્રની ટીમ સતત મદદ કરી રહી છે. કેન્દ્ર સરકાર અને સ્થાનીક પ્રશાસનની સતત મદદ કરવામાં આવી રહી છે, જેથી કોરોના સંક્રમણના મામલાનો મુકાબલો કરી શકાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂએફ ચીફના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યૂએન પોપ્યુલેશન ફંડ તરફથી ભારતને અત્યાર સુધી 10,000 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સપ્લાઈ કરવામાં આવી છે. આ સિવાય આશરે 1 કરોડ મેડિકલ માસ્ક અને 15 લાખ ફેસ શીલ્ડ મોકલવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની ટીમે ભારતની મદદ માટે વેન્ટિલેટર્સ અને ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટની પણ ખરીદી કરી છે. આ સિવાય યૂનિસેફ તરફથી પણ કોરોના સંકટનો સામનો કરવા માટે જરૂરી ઉપકરણો ભારત મોકલવામાં આવી રહ્યાં છે. તેણણે કહ્યું કે, અમારી ટીમ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ મશીનો અને કિટ્સની પણ ખરીદી કરી રહી છે. આ સિવાય એરપોર્ટ થર્મલ સ્કેનર પણ ખરીદવામાં આવ્યા છે. 


સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી અસ્થાયી હેલ્થ ફેસિલિટી માટે ટેન્ટ અને બેડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. આ સિવાય એજન્સીએ હજારો પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ પણ તૈનાત કર્યા છે, જેથી કોરોના સંકટને પહોંચી શકાય. તો યૂનિસેફ અને યૂએન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ તરફથી ભારતને 1,75,000 વેક્સિન સેન્ટરના મોનિટરિંગમાં પણ મદદ કરવામાં આવી રહી છે. યૂનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરિએટા ફોરેએ આ પહેલા કહ્યુ હતુ કે ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણે બધાની ચિંતા વધારી દીધી છે. તેમણે કહ્યું કે આ સમયેમાં દુનિયાએ આગળ આવી ભારતની મદદ કરવી જોઈએ જેથી અન્ય દેશોમાં તે ન ફેલાય.


આ પણ વાંચોઃ Corona Vaccine લગાવતા પહેલા અને બાદમાં શું કરવું શું નહીં, જાણો નવી ગાઇડલાઇન


ભારતમાં કોરોનાથી હાહાકાર
ભારતમાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ નવો રેકોર્ડ તોડી રહ્યાં છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ આંકડો હવે 4.14 લાખ પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં ગુરૂવારે (24 કલાકમાં) કોરોના સંક્રમણના 4 લાખ 41 હજાર 433 નવા કેસ સામે આવ્યા છે અને 3920 લોકોના મૃત્યુ થયા છે. 


આ રીતે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા આશરે  2,14,84,911 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા વધીને  2,30,168 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા  35,66,398 છે, જે સંક્રમણના કુલ કેસના 16.92 ટકા છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube