Unbottled initiative: ભારત ઉર્જા ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. ઉર્જા ક્ષેત્રમાં દેશની શક્તિ સતત વધી રહી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકનું ઉદ્ઘાટન કર્યું. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પણ પોતાના કાર્યક્રમની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન ઈન્ડિયા એનર્જી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં વડાપ્રધાન ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં તેઓ બહુપ્રતિક્ષિત યોજના E-20 પણ શરૂ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અર્થતંત્રને કાર્બન-મુક્ત બનાવવા માટે દર વર્ષે 100 મિલિયન વેસ્ટ મિનરલ વોટર, ઠંડા પીણા અને અન્ય PET બોટલનું રિસાયકલ કરે છે અને હવે તેના દ્વારા  પેટ્રોલ પંપ અને LPG એજન્સીઓ પર કામ કરતા કર્મચારીઓ માટે યુનિફોર્મ તૈયાર કરવામાં આવશે.


પ્લાસ્ટીકની બોટલમાંથી બનેલા કપડા 
પીએમ નરેન્દ્ર મોદી IOCLની અનબોલ્ટેડ પહેલ હેઠળ કપડાં અને યુનિફોર્મ લોન્ચ કરશે. દરેક યુનિફોર્મ રિસાયકલ કરેલી લગભગ 28 વપરાયેલી PET બોટલમાંથી બનાવવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર રીતે દૂર કરવાના વડા પ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખી ઇન્ડિયન ઓઇલે રિટેલ ગ્રાહક એટેન્ડન્ટ્સ અને એલપીજી ડિલિવરી કર્મચારીઓ માટે યુનિફોર્મ ડિઝાઇન કર્યા છે. આ યુનિફોર્મ રિસાયકલ પોલિએસ્ટર (RPET) અને કપાસમાંથી બનાવવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલના દરેક ગ્રાહક-એટેન્ડન્ટનો યુનિફોર્મ રિસાઇકલ કરેલી લગભગ 28 વપરાયેલી PET બોટલમાંથી બનાવવામાં આવ્યો છે.કંપનીએ ઘરોને વધુ આર્થિક રીતે યોગ્ય અને ઇકો-ફ્રેન્ડલી બનાવવા માટે ઇકો ફ્રેન્ડલી હોમ રસોઈ સ્ટોવ પણ રજૂ કર્યા છે.


આ પણ વાંચો 


ઓર્ગેનિક ખેતીમાં સરકારના ધમપછાડા છતાં ગુજરાત 10 માં નંબરે, આ રાજ્યો આગળ નીકળી ગયા


15 વર્ષ જૂના આપની પાસે વાહનો છે તો આ સાચવજો, સરકાર ભંગારવાડે મોકલી દેશે


આ સ્ટોવ સૌર ઉર્જા તેમજ સહાયક ઉર્જા સ્ત્રોતોથી પણ ચલાવી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીકના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન IOC યુનિફોર્મ અનબોટલ્ડ રજૂ કરી હતી. આ સાથે તેમણે કોમર્શિયલ રીતે રસોઈ બનાવવાની ઇન્ડોર કુકિંગ સિસ્ટમ પણ રજૂ કરી હતી.મોદીએ કહ્યું કે ઇન્ડોર સોલર કૂકિંગની રજૂઆતથી રસોઈની ગ્રીન અને ક્લિન સિસ્ટમ શરૂ થશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ રસોઈનો ચૂલો નજીકના ભવિષ્યમાં ત્રણ કરોડ પરિવારો સુધી પહોંચશે.


[[{"fid":"424640","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


તેમણે કહ્યું કે અનબોટલ્ડ હેઠળ 10 કરોડ પેટ બોટલને રિસાયકલ કરવામાં આવશે, જે પર્યાવરણના સંરક્ષણમાં મદદ કરશે.આ કાર્યક્રમમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે ઉર્જા કાર્યક્ષમતા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમારો પૂરો ભાર હાઇડ્રોજન સહિત ભવિષ્યના ઇંધણ અને નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારવા પર છે.


આ પણ વાંચો 


અદાણી બાદ વિશ્વના અમીરોની યાદીમાંથી આ ધનિક પણ બહાર, અમેરિકાનો દબદબો


તુર્કીમાં 24 કલાકમાં ભૂકંપનો ચોથો મોટો આંચકો, તુર્કી-સીરિયામાં વધે છે મૃત્યુઆંક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube