Organic Farming : સરકારના ધમપછાડા છતાં ગુજરાત 10મા નંબરે, આ રાજ્યો આગળ નીકળી ગયા

Organic Farming : રાજ્ય સરકારનો દાવો છે કે, ગુજરાત જૈવિક ખેતી ક્ષેત્રમાં ઘણુ કાઠું કાઢી રહી છે. સરકાર કહે છે, ગુજરાતમાં ૩ લાખ ખેડૂતો જૈવિક ખેતી કરે છે. જ્યારે  કેન્દ્રએ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં ૩૩૮૫ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. આ બંનેમાંથી સાચું કોણ...

Organic Farming : સરકારના ધમપછાડા છતાં ગુજરાત 10મા નંબરે, આ રાજ્યો આગળ નીકળી ગયા

Acharya Devvrat : ઓર્ગેનિક ખેતી એટલે સજીવ ખેતી જેમાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગ વિના પાકને પકવવામાં આવે છે. ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી વધારવા માટે સરકાર ધમપછાડા કરી રહી છે પણ ખેડૂતોને આ ખેતીમાં રસ ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યના રાજ્યપાલ આ મામલે અંગત રસ દાખવી રહ્યાં છે. અને રાજ્યમાં ઓર્ગેનિક ખેતી વધે એ માટે કાર્યક્રમો કરી રહ્યાં છે કે હાજરી આપી રહ્યાં છે પણ આ અહેવાલ સાબિત કરે છે કે ભલે ગુજરાતના રાજ્યપાલને રસ હોય પણ ગુજરાતના ખેડૂતોને આ ખેતીમાં રસ નથી. સજીવ ખેતીમાં ઓછા ઉત્પાદનને પગલે ખેડૂતોને આ ખેતી કરવી યોગ્ય લાગતી નથી. જેને પગલે જૈવિક ખેતીમાં ગુજરાત અન્ય રાજ્યની સરખામણીમાં પાછળ રહ્યું છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી ગંભીર બિમારીને નોંતરું આપી રહી છે. જેને પગલે આજની તાતિ જરૂરિયાત એ ઓર્ગેનિક ખેતી છે. તમને એમ લાગે કે અમે તો કેન્સર થાય એવું કંઇ પણ ખાતા નથી પણ તમે જે શાકભાજી અને ફળ ફલાદી આરોગો છો તેમાં સૌથી વધારે ઝેર હોય છે. ખેડૂતો આ પકવવા માટે જંતુનાશકો અને ખાતરોનો ભરપૂર ઉપયોગ કરે છે. જૈવિક ખેતી તરફ ખેડૂતોને વાળવા સરકાર દ્વારા અથાગ પ્રયાસો થઇ રહ્યા છે. જોકે, ગુજરાતના ખેડૂતોને હજુ જૈવિક ખેતીમાં રસ જ નથી. અઢળક પાકનું ઉત્પાદન થાય તે હેતુસર ખેડૂતો જૈવિક ખેતીથી હજુય દૂર રહ્યા છે.

એ વાત પણ એટલી જ સાચી છે કે જે ખેતીમાં આવક ન મળતી હોય એવી ખેતી કોઈ કામની નથી. આ કારણોસર અન્ય રાજ્ય કરતાં ગુજરાત જૈવિક ખેતીમાં ઘણું પાછળ રહ્યું છે. વાસ્તવિકતા એછેકે, બજેટમાં અલાયદી જોગવાઇ કરી હોવા છતાંય ખેડૂતો જૈવિક ખેતી તરફ આકર્ષાયા નથી. આમ છતાંય રાજ્ય સરકારનો દાવો છે કે, ગુજરાત જૈવિક ખેતી ક્ષેત્રમાં ઘણુ કાઠું કાઢી રહી છે. સરકાર કહે છે, ગુજરાતમાં ૩ લાખ ખેડૂતો જૈવિક ખેતી કરે છે. જ્યારે  કેન્દ્રએ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં ૩૩૮૫ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. આ બંનેમાંથી સાચું કોણ? જોકે, ગુજરાત સરકારના આંકડાઓ સાચા છે, કારણ કે રાજ્યમાં 55 લાખ ખેડૂતો વચ્ચે 3 લાખથી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો જૈવિક ખેતી કરે તે માટે કૃષિ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે. પણ રિઝલ્ટ મળી રહ્યું નથી. પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં જૈવિક ખેતીને લઇને જ એક ઉચ્ચકક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં ઘણી સૂચનાઓ પસાર થઈ હતી. ખુદ રાજ્યપાલ ઓર્ગેનિક ખેતી મામલે રસ દાખવતા હોવાથી કૃષિ વિભાગ પણ અલગથી બજેટની જોગવાઈ કરે છે.

આ પણ વાંચો : 

રાજ્ય દીઠ જૈવિક ખેતી કરનારા નોંધાયેલાં ખેડૂતો

ઉત્તરાખંડ ૨, ૧૭,૭૯૫
ઉત્તર પ્રદેશ ૧,૦૫,૮૯૬ 
મધ્યપ્રદેશ ૪૭૪૬૫
રાજસ્થાન ૪૦૪૧૪
છત્તીસગઢ ૨૭૩૮૦
મહારાષ્ટ્ર ૩૯૨૪૧
ઓરિસ્સા ૩૧૨૯૯
બિહાર  ૧૩૨૨૨
ગોવા ૧૧૫૫
ગુજરાત ૩૮૮૫

ગાંધીનગરમાં ઓર્ગેનિક ખેતી મામલે  વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તે વખતે કૃષિવિભાગે દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ૩ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એટલુ જ નહી, રાજ્યમાં લગભગ ચાર લાખ એકર ભૂમિમાં જૈવિક ખેતી થઇ રહી છે. આ તરફ, કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એવો રિપોર્ટ જારી રહ્યો છે કે, ગુજરાતમાં જૈવિક ખેતી કરતા નોંધાયેલાં ખેડૂતોની સંખ્યા માત્રને માત્ર ૩૮૮૫ છે. હવે સવાલ એ ઉઠ્યો છે કે, સાચુ કોણ? ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર અને કૃષિ વિભાગ અથાગ પ્રયાસો કરી રહ્યુ છે, પણ પરિણામ મળી શક્યું નથી.

વડાપ્રધાન મોદીએ ગુજરાતના દરેક ગામમાં ૭૫ ખેડૂતો જૈવિક ખેતી કરે તેવું આહ્વાન કર્યુ, પણ આખીય વાતનો છેદ ઉડ્યો છે. સરકાર અને ખેડૂતો આ મામલે ઓછો રસ દાખવી રહ્યાં છે. ઓર્ગેનિક ખેતીમાં ખેતીખર્ચ સામે આવક ઓછી મળતી હોવાને કારણે ખેડૂતો ઓછો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત અન્ય પાકો સારી આવક આપે છે. ખેડૂતો બાગાયતી ખેતીમાં ઓર્ગેનિક તરફ વળ્યા છે, પણ રૂટિન પાકોમાં ઓર્ગેનિક ખેતી કરવી એ પગ પર કુહાડો મારવા સમાન છે. રાજ્યમાં 90 લાખ હેક્ટર જમીનમાં ગુજરાતના ખેડૂતો ખેતી કરે છે. જેમાં માત્ર ગુજરાતના સરકારી આંકડા પ્રમાણે 3 લાખ એકરમાં આ ખેતી થાય છે. યાદ રાખજો હેક્ટર નહીં એકરમાં ખેતી થાય છે. 

કેન્દ્રીય કૃષિ મંત્રાલયને સત્તાવાર રીતે જણાવ્યું છેકે, આખાય દેશમાં ઉત્તરાખંડમાં સૌથી વધુ ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા છે. મોદી સરકારે ઓર્ગેનિક ખેતીના વિકાસ માટે મધ્યપ્રદેશ, તામિલનાડુ અને ઝારખંડને લાખો રૂપિયા ગ્રાન્ટ સુધ્ધાં આપી છે પણ ગુજરાતને તો આ યોજનામાં જ સમાવેશ જ કરાયો નથી. જેનું મુખ્ય કારણ આ આંકડાઓ છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news