દૂરથી દેખાતો આ રહસ્યમયી કિલ્લો નજીક જતા થાય છે ગુમ, એટલો ખજાનો છે કે ભારત દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બની જાય!
Garhkundhar Fort: દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.
Garhkundhar Fort: દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. 11મી સદીમાં બનેલા આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.
કિલ્લામાં એટલો ખજાનો છે કે ભારત દુનિયાનો સૌથી શ્રીમંત દેશ બની જાય
ઇતિહાસકાર હરગોવિંદ સિંહ કુશવાહ કહે છે કે ગઢકુંડાર બહુ શ્રીમંત રાજ્ય હતું. ગઢકુંડારના કિલ્લાના અંડરગ્રાઉન્ડ ભાગમાં ઘણા રહસ્યો આજે પણ છે. અહીં ચંદેલા, બુંદેલા અને ખંગારોનું શાસન હતું. તેમની પાસે સોની, હીરા અને ઝવેરાતની કોઈ કમી નહોતી. -કેટલીય વિદેશી તાકતોએ આ ખજાનો લુંટ્યો પરંતુ આજે પણ અહીં એટલું ધન છે કે ભારત સૌથી શ્રીમંત દેશ બની શકે.
આ રહસ્યમય કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. જો કે કિલ્લો ક્યારે કોણે બનાવ્યો તે અંગેની પૂરતી માહિતી કોઈની પાસે નથી. જો કે અહીં ચંદેલો, બુંદેલો અને ખંગાર જેવા અનેક શાસકોનું શાસન રહ્યું હતું. ગઢકુંડાર કિલ્લાની ગણતરી ભારતના સૌથી રહસ્યમય કિલ્લાઓમાં થાય છે. આસપાસના લોકો જણાવે છે કે ઘણા સમય પહેલા અહીં પાસેના ગામમાંથી એક જાન આવી હતી. જાન કિલ્લો ફરવા ગઈ. ફરતા ફરતા લોકો બેઝમેન્ટમાં જતા રહ્યાં. ત્યારબાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં. તે 50-60 લોકોની આજ દિન સુધી ભાળ મળી નથી. ત્યારબાદ અનેક એવી ઘટનાઓ ઘટી કે પછીથી કિલ્લાના બેઝમેન્ટમાં જવાના બધા દરવાજા બંધ કરી દેવાયા.
ફરવા આવેલી આખી જાન થઈ ગઈ ગાયબ
કહેવાય છે કે અહીના નજીકના એક ગામમાં થોડા વર્ષો પહેલાં એક જાન આવી હત જાનમાં આવેસા 50થી 50 લોકો આ કિલ્લો જોવા આવ્યાં. ફરતાં ફરતાં આ લોકો અંડરગ્રાઉન્ડ માળ તરફ જતાં રહ્યાં. અંદર ગયેલા લોકોમાંથી આજ સુધી કોઈ પાછું નથી આવ્યું. એ પછી પણ આવી ઘટનાઓ બની છે. આવી ઘટનાઓ પછી મહેલમાં નીચે જવાનો રસ્તો બંધ કરી દેવાયો. કિલ્લો બિલકુલ ભૂલભૂલૈયા જેવો છે. જો માહિતી ના હોય તો અંદર જનાર કોઈપણ રસ્તો ભૂલી શકે છે. ગઢકુંડાર કિલ્લાને લઇને વૃન્દાવનલાલ વર્માએ એક પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તરકમાં કિલ્લામાં બીજા રહસ્યો વિશે પણ લખવામાં આવ્યું છે. ભૂલભૂલૈયા અને અંધારુ હોવાને લીધે આ કિલ્લો દિવસે પણ ભયાનક લાગે છે.
ઇતિહાસ પર નજર
બુંદેલખંડના કિલ્લા પર બીએચયૂથી શોધ કરનારા અજય સિંહનું કહેવું છે કે આ કિલ્લો ચંદેલ કાળમાં ચંદેલોનું સુબાઈ મુખ્યાલય અને સૈનિક મથક હતુ. યશોવર્મા ચંદેલ (925-40 ઈ.)એ દક્ષિણી પશ્ચિમી બુંદેલખંડને પોતાના હસ્તક લઈ લીધું હતું. આની સુરક્ષા માટે ગઢ કુંડાર કિલ્લાનું નિર્માણ કરાવામાં આવ્યું હતું. આમાં કિલેદાર પણ રાખવામાં આવ્યાં હતા. 1182માં ચંદેલ-ચૌહાણો વચ્ચે યુદ્ધ થયું. જેમાં ચંદેલ હારી ગયા. આમાં ગઢ કુંડારના કિલેદાર શિયાજૂ પવારનું મૃત્યુ થયું – એ પછી અહી નાયબ કિલેદાર ખેત સિંહ ખંગારે ખંગાર રાજ્ય સ્થાપિત કર્યું.
1182થી 1257 સુધી ખંગાર રાજ્ય રહ્યું. એ પછી બુંદેલા રાજા સોહન પાલે અહીં પોતાને સ્થાપિત કરી લીધા. 1257થી 1539 ઈ. સુધી એટલે કે 283 વર્ષો સુઝી આ કિલ્લા પર બુંદેલાઓનું શાસન હતુ. એ પછી આ કિલ્લો વિરાન થતો ગયો. 1605 પછી ઓરછાના રાજા વીર સિંહ દેવ આ કિલ્લાની સંભાળ લીધી. વીર સિંહે પ્રાચીન ચંદેલ યુગ, કુઠારી, ભૂતલ ઘર જેવા વિચિત્ર તિલિસ્મી ગઢનો જીર્ણોધ્ધાર કરવાની ગઢ કુંડારને કિલ્લાની પહેલી હરોળમાં સ્થાન અપાવ્યું. 13મીથી 16મા શતાબ્દી સુધી આ બુંદેલા શાસકોની રાજધાની હતી. 1531માં રાજા રુદ્ર પ્રતાપ દેવે પોતાની રાજધાની ગઢ કુંડારથી ખસેડીને ઓરછાને બનાવી લીધી.
એવું કહેવાય છે કે આ કિલ્લામાં એક ખજાનાનું રહસ્ય પણ છૂપાયેલું છે. જેને શોધવાના ચક્કરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં. ઈતિહાસના જાણકારો જણાવે છે કે અહીના રાજાઓ પાસે સોના-હીરાના દાગીના ઝવેરાતની કોઈ કમી નહતી. અહીં ખજાનો શોધવામાં કોઈને સફળતા મળી નથી.
સુરક્ષાની દૃષ્ટીએ બેજોડ છે આ નમૂનો
આ કિલ્લો ભૂલભૂલૈયા જેવો છે. જો જાણકારી ન હોય તો તેમાં વધુ અંદર ઘૂસો તો દિશા પણ ભૂલી શકો છો. કિલ્લાની અંદર અંધકાર રહેવાના કારણે દિવસમાં પણ તે ડરામણો લાગે છે. આ કિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ બનાવવામાં આવેલો એક એવો બેજોડ નમૂનો છે, જે લોકોને ભ્રમિત કરી દે છે. કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે 4-5 કિમી દૂરથી તો દેખાય છે પરંતુ નજીક આવતા આવતા જ તે દેખાવવાનો બંધ થઈ જાય છે. જે રસ્તેથી કિલ્લો દૂરથી દેખાય છે તે રસ્તે તમે જશો તો રસ્તો કિલ્લાની જગ્યાએ ક્યાંય બીજે દોરી જાય છે. જ્યારે કિલ્લા માટેનો રસ્તો બીજો જ છે.