નવી દિલ્હી: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરેલા 6માંથી 4 સંદિગ્ધ આતંકીઓને રાતે કોર્ટમાં રજુ કરાયા. કોર્ટે ચારેયને 14 દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. કોર્ટે જાન મોહમ્મદ શેખ, ઓસામા, મૂળચંદ, મોહમ્મદ અબુ બકરને 14 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલ્યા છે. બે અન્યને દિલ્હી પોલીસ આજે કોર્ટમાં હાજર કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ
અત્રે જણાવવાનું કે દેશમાં આતંકી હુમલા માટે પાકિસ્તાન તરફથી એક મોટા ષડયંત્રને અંજામ આપવામાં આવી રહ્યું હતું. પરંતુ સમયસર દિલ્હી પોલીસ અને યુપી એટીએસએ મળીને પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ કર્યું. આતંકના અંડરવર્લ્ડ કનેક્શનને સમયસર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક્સપોઝ કર્યું અને દેશમાં અનર્થ થવાની બચાવી લીધો. 


આતંકીઓની ઓળખ
અત્રે જણાવવાનું કે જાન મોહમ્મદ શેખ (47) મહારાષ્ટ્રનો રહીશ છે, 22 વર્ષનો ઓસામા જામિયા નગર દિલ્હીનો રહીશ છે. 47 વર્ષનો મૂળચંદ ઉર્ફે લાલ રાયબરેલી, યુપીનો જ્યારે 28 વર્ષનો જીશાન કમર પ્રયાગરાજનો રહીશ છે. પાંચમો સંદિગ્ધ અબુ બકર મોહમ્મદ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાનો રહીશ છે. છેલ્લા કેટલાક દિવસથી તે દિલ્હીમાં રહેતો હતો. મોહમ્મદ આમિર જાવેદ (31) લખનઉનો રહીશ છે. 


આ એવા 6 લોકો છે જે દેશમાં આતંક ફેલાવવામાં મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા પરંતુ હવે તેમની ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે અને બધા પોલીસની પકડમાં છે. આતંકના આ ટેરર મોડ્યૂલ પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને ડી કંપનીનો હાથ છે. 


Schemes for farmers: ખેડૂતો માટે સરકાર ચલાવે છે આ 5 યોજના, મળે છે જબરદસ્ત લાભ, વિગતો જાણો 


1993 જેવા બોમ્બ ધડાકાનું ષડયંત્ર નિષ્ફળ
નીરજ ઠાકુર (સ્પેશિયલ સેલ, દિલ્હી પોલીસ) ના જણાવ્યાં મુજબ આતંકીઓની આ ટીમનું કામ સરહદ પારથી હથિયાર લાવવા અને તેમને અલગ અલગ રાજ્યોમાં મોકલવાનું હતું. એટલે કે અનીસ ઈબ્રાહિમ દ્વારા દાઉદ ઈબ્રાહિમ ભારતમાં 1993 બોમ્બ વિસ્ફોટો જેવા ષડયંત્રને અંજામ આપવાની કોશિશમાં હતો. 


દાઉદ આ કારણથી ધૂંધવાયો છે
નોંધનીય છે કે પાકિસ્તાનમાં છૂપાઈ બેઠેલા દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોથી સંકજો કસાયો છે. દેશમાં ડી કંપનીની સંપત્તિ હરાઝી થવાથી લઈને તેના વિરુદિધ પાકિસ્તાનને પુરાવા પણ સોંપાયા છે. કદાચ આ કારણે દાઉદ અકળાયો હતો અને પોતાની તાકાત બતાવવા માટે ISI સાથે મળીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં લાગ્યો હતો. પરંતુ સમયસર દિલ્હી પોલીસ અને યુપી એટીએસએ ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધુ. 


(જીતેન્દ્ર શર્મા, નીરજ ગૌડ અને રાજૂ રાજનો રિપોર્ટ) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube