Schemes for farmers: ખેડૂતો માટે સરકાર ચલાવે છે આ 5 યોજના, મળે છે જબરદસ્ત લાભ, વિગતો જાણો 

આ યોજનાઓનો લાભ ઉઠાવીને ખેડૂતો પોતાની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે. સરકાર તરફથી ખેડૂતો માટે ચલાવવામાં આવતી 5 મહત્વની યોજનાઓ વિશે જાણો, જે ખેડૂતો માટે ખુબ ફાયદાકારક છે. 

Schemes for farmers: ખેડૂતો માટે સરકાર ચલાવે છે આ 5 યોજના, મળે છે જબરદસ્ત લાભ, વિગતો જાણો 

Central government scheme for farmers: કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ ચલાવી રહી છે. જેમાં કેટલીક યોજનાઓ તો એવી પણ છે જેમાં સરકાર સીધા ખાતામાં પૈસા જમા કરાવે છે. આ યોજનાઓનો લાભ ઉઠાવીને ખેડૂતો પોતાની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે. સરકાર તરફથી ખેડૂતો માટે ચલાવવામાં આવતી 5 મહત્વની યોજનાઓ વિશે જાણો, જે ખેડૂતો માટે ખુબ ફાયદાકારક છે. 

કિસાન ક્રેડિટ કાર્ડ
કિસાન ક્રેડિટ કાર્ડ કેન્દ્ર સરકારની એક એવી સ્કિમ છે જેનાથી ખેડૂતોને સમયસર કરજ મળે છે. જેનો હેતુ ખેડૂતોને યોગ્ય સમયે ઓછી મુદ્દત માટે કરજ ઉપલબ્ધ કરાવવાનો હતો. તેની શરૂઆત નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ કરી હતી. અત્રે જણાવવાનું કે પીએમ કિસાન ક્રેડિટ કાર્ડને હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) ની સાથે લિંક કરી દેવાયું છે. કિસાન KCC થી 3 લાખ રૂપિયા સુધીની લોન 4 ટકા વ્યાજ પર મળી શકે છે. બીજી બાજુ પીએમ કિસાનના લાભાર્થી માટે કેસીસી માટે અરજી કરવી વધુ સરળ પણ થઈ ગઈ છે. 

પ્રધાનમંત્રી પાક વીમા યોજના
ખેડૂતોને વરસાદ, આંધી તોફાન, કરાવૃષ્ટિ, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં પાકને થયેલા નુકસાનથી રાહત પહોંચાડવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પીએમએફબીવાય હેઠળ સરેરાશ રકમ વધારીને 40,700 રૂપિયા કરવામાં આવી જે પીએમએફબીવાયથી પૂર્વની યોજનાઓ દરમિયાન પ્રતિ હેક્ટર 15100 રૂપિયા હતી. યોજનામાં વાવણીથી લઈને લલણી બાદના સમગ્ર ચક્રને સામેલ કરાયું છે. જેમાં રોકવામાં આવેલી વાવણી અને પાક વચ્ચે ખરાબ હાલાતથી થતા નુકસાન પણ સામેલ છે. 

પ્રધાનમંત્રી જનધન યોજના
પીએમ જનધન યોજના હેઠળ ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખોલવામાં આવે છે. સરકારના મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામમાનો એક આ પ્રોગ્રામ છે. તે હેઠળ ગરીબ વ્યક્તિ સરળતાથી બેંકમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા એકાઉન્ટમાં એકાઉન્ટ  હોલ્ડરને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ ઉપરાંત અકસ્માત વીમો પણ મળે છે. એકાઉન્ટ હોલ્ડરને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને સાથે 30,000 રૂપિયાનો જનરલ વીમો પણ મળે છે. 

pm jandhan yojana

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ
આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં 2022 સુધીમાં વધુમાં વધુ પરિવારને પાક્કા મકાનો ઉપલબ્ધ કરાવવાનો છે. જેમની પાસે ઘર નથી તેવા કે ગ્રામીણ વિસ્તારોમાં કાચા કે જર્જરિત ઘરોમાં રહેતા એ તમામ પરિવારો આ યોજના માટે અરજી કરી શકે છે. PMAY-G માં તમે 6 લાખ રૂપિયાની લોન વાર્ષિક 6.5 ટકાના વ્યાજ દરે લઈ શકો છો. ઘરની મિનિમમ સાઈઝ તમામ પાયાની સુવિધાઓ જેમ કે વીજળી, રસોડાની જગ્યા સાથે 25 વર્ગ મીટર હોવી જોઈએ. જો તમારે ઘર  બનાવવા માટે તેનાથી વધુ રકમ જોઈએ તો તે વધારાની રકમ પર તમારે સામાન્ય વ્યાજદરે લોન લેવી પડશે. 

pm awas yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર નાના ખેડૂતોને એક વર્ષ દરમિયાન 3 હપ્તામાં 6000 રૂપિયાની મદદ કરે છે. દરેક હપ્તામાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સ્કિમ નાના અને સીમાંત ખેડૂત પરિવારો માટ છે જેમની પાસે સામૂહિક રીતે 2 હેક્ટર સુધીની જમીનનો માલિકી હક હોય છે. આ માટે તમે નજીકની પોસ્ટ ઓફિસના CSC કાઉન્ટર્સ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ખેડૂતો પીએમ કિસાન યોજનાના ઓફિશિયલ વેબ પોર્ટલ કે PM Kisan GOI Mobile App દ્વારા પણ આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news