મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)ની ગઠબંધન સરકારમાં તણાવના સંકેત જોવા મળી રહ્યાં છે. ગઠબંધનના ત્રણ સહયોગીઓમાંથી એક કોંગ્રેસ (Congress) પ્રમુખ નિર્ણય લેવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ બેઠકોમાં પોતાને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાર્ટના એખ સૂત્રએ શનિવારે જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસના નેતા તેના પર અને કેટલાક અન્ય વિષયો પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે આગામી અઠવાડીયે મુલાકાત કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વિમર્શમાં બોલ્યા જનરલ વીકે સિંહ, સિદ્ધિઓથી ભરેલું રહ્યું વર્ષ


કોંગ્રેસના એક નેતાના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે કોવિડ-19 વૈશ્વિક મહામારી અને ચક્રવાત નિસર્ગથી પ્રભાવિત લોકોને રાહત આપવા સહિત અન્ય કેટલાક મુદ્દા પર ચર્ચા કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, તેનાથી એવી ભાવના ઉદ્દભવી રહી છે કે, પ્રદેશ કોંગ્રેસને અલગ કરવામાં આવી હોય. કોંગ્રેસના એક મંત્રીએ કહ્યું કે, કેટલાક મુદ્દાને લઇને પાર્ટીની અંદર નારાજગી છે, જેના પર અમે મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરવા ઈચ્છીએ છીએ અને તેનો ઉકેલ લાવવા માગીએ છીએ.


આ પણ વાંચો:- 'ચિંતાની વાત નથી, કોરોના કાળમાંથી પણ બહાર આવી જશું'- જીતેન્દ્ર સિંહ


ઠાકરે સાથે સોમવારે મુલાકાત કરશે કોંગ્રેસ નેતા
પાર્ટીના એક અન્ય નેતાએ કહ્યું કે, જ્યારે ગત વર્ષ નવેમ્બરમાં ત્રણ દળની સરકાર બની હતી અને મંત્રિપરિષદે શપથ લીધી હતી, તે સમયે આ નિર્ણય થયો હતો કે, સત્તા તેમજ જવાબદારીમાં બરાબારના ભાગીદારી હશે. પાર્ટીના સૂત્રએ કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને પીડબ્લ્યૂડી મંત્રી અશોક ચૌહાણ રાજયપાલ કોટ સાથે વિધાન પરિષદ નામાંકન, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નિગમો તેમજ વોર્ડમાં નિયુક્તિ અને કોંગ્રેસ મંત્રીઓને થઈ રહેલી સમસ્યાઓના મુદ્દા પર ચર્ચા કરવા માટે ઠાકરે સાથે સોમવારના મુલાકાત કરશે.


આ પણ વાંચો:- આ સમય આત્મ સમર્પણનો નહીં આત્મ વિશ્વાસનો છેઃ મુખ્તાર અબ્બાસ નકવી


પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આ અઠવાડીયાની શરૂઆતમાં મુલાકાત કરી આ ચર્ચા કરી હતી કે, પાર્ટી નેતા તેમજ મંત્રીઓને ગઠબંધન સરકારમાં નિર્ણય લેવાની પ્રક્રિયાનો ભાગ બનાવવામાં આવી રહ્યા નહી. મુખ્યમંત્રીના નજીકના સહયોગી મિલિંદ નારવેકર પણ કોંગ્રેસ નેતૃત્વના વિચારોને જાણવા માટે આ બેઠકમાં મુખ્યમંત્રીના દૂત તરીકે ઉપસ્થિત હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube