'ચિંતાની વાત નથી, કોરોના કાળમાંથી પણ બહાર આવી જશું'- જીતેન્દ્ર સિંહ

જ્યારે યૂરોપમાં જે ટૂરિસ્ટ રિઝોર્ટ હતા અને જે હોલિડે રિસોરટ હતા જ્યારે તે કોરોના ગ્રસ્ત થઈ ગયા તો આપણા ટૂરિસ્ટ રિઝોર્ટ એવા છે જે કરોના ફ્રી રહે તો તેમાં જે SCENIC CHARM તે પણ છે, સ્વાસ્થ્યની સુરક્ષા તે પણ છે. ભલે આ સમયે ધક્કો લાગ્યો હોય, પરંતુ કોરોના કાળમાંથી પર બહાર આવી જશું. 
 

'ચિંતાની વાત નથી, કોરોના કાળમાંથી પણ બહાર આવી જશું'- જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હીઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરુ થઈ ગયું છે. હિન્દુસ્તાન ઈ વિમર્શ કાર્યક્રમમાં ઘણા મંત્રાલયોનો પ્રભાર જોઈ રહેલા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સરકારની સિદ્ધિઓ સામે રાખી હતી. ડોક્ટર જીતેન્દ્ર સિંહ પીએમઓમાં રાજ્ય મંત્રી છે. ઉત્તર પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર, પરમાણુ ઉર્જા વિભાગમાં રાજ્યમંત્રી, કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજ્યમંત્રીની સાથે અંતરિક્ષ વિભાગમાં પણ રાજ્યમંત્રી છે. આ રહી તેમની સાથે થયેલી વાતચીત. 

સવાલઃ આટલા બધા મંત્રાલયોનો કાર્યભાર અને સાથે-સાથે મોદી સરકાર પાર્ટ-2નું એક વર્ષ તથા વચ્ચે આ મુશ્કેલ સમય કોરોના કાળમાં કેટલો પડકાર કર્યો અને ક્યા-ક્યા ટાર્ગેટ પૂરા કરી શક્યા છો?

જવાબઃ 2014થઈ લઈને અત્યાર સુધી, 6 વર્ષોમાં મોદી સરકારમાં એક સંકલ્પની સાથે એક યાત્રા પ્રારંભ અમે કરી હતી. આ સંકલ્પને કારણે આ ત્રણ મહિનાના પડકારનો સામનો આપણે અન્ય દેશોના મુકાબલે ઘણી સારી સફળતાથી કરી શક્યા છીએ. આંકડાની દ્રષ્ટિએ જોવામાં આવે તો ભારતનો આ સમયે રિકવરી રેટ છે તે લગભગ 48 ટકાથી વધુ છે. ડેથ રેટ અઢી ટકા છે. ડબલિંગ રેટ એવરેજ 15 દિવસ છે. કેટલાક રાજ્યોમાં તેનાથી વધારે છે. કહેવાનો અર્થ છે કે જો અમે આ પડકારનો અને કોરોનાની મહામારીને બાકી દેશોની તુલનામાં વધુ સારી રીતે મુકાબલો કરવામાં સફળ રહ્યાં છીએ. 

સવાલઃ જ્યારે આપણે અનલોક-1 કરીએ અથવા લૉકડાઉન 5.0 કરીએ, આ ફેઝમાં પડકાર માટે શું રણનીતિ બનવીને પીએમઓ રાજ્યમંત્રી તરીકે તમે સામનો કરી રહ્યાં છે?

જવાબઃ આમ તો આ ગાઇડલાઇન્સ સમય સમય પર આવી રહી છે. સામાન્ય રીતે એક નાગરિક હોવાના નામે પણ આપણે તે વાત સમજવી પડશે કે કુલ મળીને કોરોનાના આ પેડનેમિક અને આ આપદાને લઈે જો જોઈએ તો આપણો ત્રીજો તબક્કો છે. પ્રથમ ફેઝ તે, જ્યારે આપણે તેનાથી ઝઝૂમી રહ્યા હતા. ત્યારે ચીનની સાથે જેમ મેં કહ્યુ કે, આપણી ક્ષમતા ઉભરીને સામે આવી. ઘણા પ્રદેશોમાં પહેલા માત્ર 100 સેમ્પલ ટેસ્ટ થતા હતા. એટલી ક્ષમતા નહતી. આજે તે પ્રદેશોમાં ભલે તે પૂર્વોત્તર હોય, તે જગ્યાએ આજે હજારો સેમ્પલ ટેસ્ટ થઈ રહ્યાં છે. આપણી ક્ષમતા વધી. પછી બીજો તબક્કો આવ્યો, તે મિડ ફેઝ હતો. ત્યારે બધા લોકો પોતાના ઘરોમાં જવા ઈચ્છતા હતા. જે પરિવારથી અલગ હતા તે જવા ઈચ્છતા હતા. હું દરરોજ મોનિટરિંગ કરતો હતો જિલ્લા સ્તર પર બધા મંત્રી પરિષદના સભ્યો દરરોડ મોનિટરિંગમાં સામેલ રહેતા હતા. મને ખુશી છે કે દિલ્હીમાં અમારી એક પૂર્વોત્તરની વિદ્યાર્થીની છે. તેણે એક વીડિયો બનાવ્યો. અપીલ કરીને બધાને પ્રેરિત કર્યાં. ત્રીજો તબક્કો આવ્યો, જેમાં જાગરૂકતા પણ રહી, પરંતુ ડર ન રહે તેનો સંદેશ આપવામાં આવ્યો. 

સવાલઃ પીએમઓ રાજ્યમંત્રી તરીકે તમારી પાસે બીજા વિભાગો સાથે તાલમેલ બેસાડવાની મોટી જવાબદારી છે. શું તાલમેલનું તમારૂ કામ સુચારૂ રુપે થઈ રહ્યું છે અને તમારા સ્તર પર અને બીજી તરફથી પણ?

જવાબઃ નહીં તેમાં કેટલિક મુશ્કેલી આવી છે. મને તે વાત કહેતા થોડી શાંતિ અને સંતોષ પણ છે કે પૂર્વોત્તરમાં કોરોના મેનેજમેન્ટનું કામ બાકી પ્રદેશોનું તુલનામાં સારૂ રહ્યું. તમે ગુજરાત-મહારાષ્ટ્રની વાત કરી, તો નોર્થ ઈસ્ટમાં શું શૈલી રહી છે. જો તેનાથી સમજો, તો તે શૈલી ત્યાં પણ કામ આવી શકે છે. સિક્કિમ ટોટલી કોરોના ફ્રી રહ્યું. પરંતુ સૌથી વધુ ખતરો ત્યાં પર છે કારણ કે નેપાળની બોર્ડર છે. છેલ્લા દિવસોમાં એક બાળક ત્યાંથી ગયું છે તો પોઝિટિવ આવ્યું છે, જે ચાર દિવસમાં રિકવર થઈ ગયું. કારણ કે અર્લી સીલિંગ ઓફ બોર્ડર નેપાળની સાથે અને પૂરા ડિસિપ્લિન સાથે સીધુ તેણે લાગૂ કર્યું. 

પૂર્વોત્તરનું ક્ષેત્ર મ્યાન્માર, ભૂટાન, બાંગ્લાદેશ જેટલુ બધુ છે. બાંગ્લાદેશની સાથે સીલિંગ થઈ શરૂઆતમાં. ત્યાં પ્રધાનમંત્રીને લાગ્યું કે, લોકોમાં આ પ્રકારની ચિંતા ન થાય. અહીં કનેક્ટિવિટીનો વિષય છે. ત્યાં શરૂ થઈ અર્લી કાર્ગો મૂવમેન્ટ. હવાઈ મા્ર્ગે 30 માર્ચે ત્યાં સામાન પહોંચવો શરૂ થઈ ગયો. લગભગ 400 ટન તો માત્ર એર કાર્ગોથી ગયું.  આજે તે સ્થિતિ છે કે દરેક કલરના ફેન્સી ડિઝાઇન વાળા જે પોશાક પહેરે છે તે કલરના માસ્ક તે બનાવી રહ્યાં છે. હું વિચારી રહ્યો છું કે જ્યારે આ આપદા પૂરી થશે તો ત્યાં પર એક પ્રદર્શની લગાવીશું. 

સવાલઃ પૂર્વોત્તર જે ખાસ પેટર્ન વાળા ઉદ્યોગ છે, તેની સાથે જોડાયેલા ઘણા સેક્ટર છે, તેવામાં તેને કોરોનાને કારણે ઝટકો લાગ્યો છે. કોઈ રણનીતિ છે તેમાંથી બહાર આવવાની?

જવાબઃ કોરોનાના ધક્કો બધાને થોડો તો લાગ્યો છે. પરંતુ મારા મનથી એક વાત નિકળે છે તમે સમજી લો કે લગભગ તેમાં પૂર્વોત્તરનો લાભ થવાનો છે. મને આગામી દિવસે કોઈએ પૂછ્યું કે તમારા ગંગટોકનું શું થશે, શિલોંગનું શું થશે? તો મેં કહ્યું કે, મારી અંતરઆત્મા તે કહે છે કે ત્યાં ટૂરિઝમ વધશે આવનારા સમયમાં. કારણ કે યૂરોપમાં જે ટૂરિઝમ રિઝોર્ટ હતા, જે હોલિડે રિસોર્ટ હતા, જ્યારે તે કોરોના ગ્રસ્ત થઈ ગયા તો અમારે તે કોરોના ફ્રી રહ્યાં છે. 

સવાલઃ દેશભરમાં એક ઝટકામાં રોજગાર-કારોબાર કરવાની જે રીત છે તે કોરોનાએ બદલી નાખી. તમારી પાસે કાર્મિક મંત્રાલય છે, તેથી શું તેવી કોઈ રીત છે કે અમે લોકો સરકારથી લઈને ખાનગી સેક્ટર સુધી, તે રીતે કામ કરીએ કે કોઈને નુકસાન ન થાય અને કાર્યક્ષમતા પ્રભાવિત ન થાય?

જવાબઃ ખુબ સારી વાત તમે કહી છે, હું તે કહેવા ઈચ્છીશ કે મેં મે કહ્યું કે, આ અનુભવે આપણે તાલીમ આપી. આવનારા સમય માટે, આ ન્યૂ નોર્મ્સ માટે આપણે ટ્રેન્ડ કરવામાં આવ્યા છે, જે આપણે ફ્યુચરમાં ફોલો કરવા પડશે. જ્યાં સુધી કાર્મિક વિભાગનો સંબંધ છે, મને ગર્વ છે, કે કહેવામાં કે એક દિવસ કાર્મિક વિભાગમાં કામમાં કોઈ વિલંબ નથી આવ્યો. સંપર્ક અને તાલમેલ અમારો એટલો સારો રહ્યો કે, વીડિયો કોન્ફરન્સ દ્વારા નીચેના સેક્શન ઓફિસર સુધી દરરોજ સંપર્ક કરતા હતા. અમારૂ જે વર્ક આઉટપુટ છે, તે ક્યાંકને ક્યાંક સેક્શનમાં સામાન્ય સ્થિતિથી વધુ હશે. અમારા કર્મચારી શનિ-રવિવારે પણ કામ કરતા હતા. 

સવાલઃ કલમ 370 હટાવવી એક ક્રાંતિકારી નિર્ણય રહ્યો. તમે ખુદ ઉધમપુરથી સાંસદ છો. તેવામાં ડોમિસાઇલ પોલિસી વિશે અમને જણાવો કે તે જમીન પર કેટલી સફળ થઈ રહી છે ? અને કઈ રીતે વિકાસ યોજનાને આગળ વધારી રહ્યાં છો?

જવાબઃ ખરેખર સફળ રહી છે. જ્યાં સુધી કલમ 370નો સંબંધ છે, વાસ્તવિકતા તે છે અને ઈતિહાસકાર પણ તે વાતને પ્રમાણિત કરશે કે 70 વર્ષથી દેશ તેની રાહ જોતો હતો. દેશમાં એકમત બની ચુક્યો હતો. માત્ર સરકારોમાં સાહસ નહતું. ઈચ્છાશક્તિની કમી હતી. કોંગ્રેસવાળાએ તો 1964માં એક લોકસભામાં મોટી ચર્ચા કરી, જ્યારે શાસ્ત્રીજી પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી ગુલજારીલાલ નંદા હતા. ત્યારે ચર્ચા સમાપ્ત થઈ તો તેમણે કહ્યું હતું કે, બધાનો મત છે કે 370 જવી જોઈએ, કંઇક અમને આપો, અમે આગળ વધીશું. પછી 65નું યુદ્ધ થઈ ગયું. શાસ્ત્રીજીનું નિધન થયું. તો ઘટનાક્રમ બદલી ગયો. આ મત પહેલા બની ચુક્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news