નવી દિલ્હી: મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં 35 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મૃતકે આપઘાત કરતા પહેલા તેની પત્નીને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. મૃતકે આ મેસેજમાં લખ્યું હતું, હું જઇ રહ્યો છું. તું શાંતીથી રહે જે. કોઈ નોકરી કરતા વ્યક્તિ સાથે બીજા લગ્ન કરી લેજે. જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે ઘટનાની તપાસ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર, હરદામાં છિંદવાડા નિવાસી સતીશ બિઝાડેના લગ્ન ટિમરની સમોતા તિલવારી સાથે જૂન 2020 માં છયા હતા. પત્ની સમોતા વન વિભાગમાં વનરક્ષકના પદ પર તૈનાત છે. સતીશ B.Tech કર્યા બાદ બેરોજગાર હતો. લગ્ન પછી બંને વચ્ચે વિવાદ થવા લાગ્યા હતા. વિવાદ એટલો વધી ગયો કે બંનેએ છૂટાછેડા લેવા માટે અરજી પણ કરી છે. 15 એપ્રિલના સમોતા તેની નોકરી પર રહટગાંવ ગઈ હતી. પતિ હરદામાં સ્થિત મકાનમાં હતો.


Corona Case: શું આ ચોથી લહેર છે? કેસ બેકાબુ... બાળકો પર વધ્યો ખતરો... જાણો શું કહે છે એક્સપર્ટ


મહિલા શનિવારના પિયર આલમપુરમાં રોકાઈ હતી. શનિવાર રાતે લગભગ 1 વાગ્યે યુવકે સમોતાને મેસેજ મોકલ્યા, જે તેણે રવિવાર સવારે વાંચ્યા હતા. ત્યારબાદ તેણે રિપ્લાય આપ્યો અને કોલ પણ કર્યો, પરંતુ રિસ્પોન્સ મળ્યો નહીં. ત્યારબાદ તે હરદા પહોંચી, તો ઘરનો દરવાજો બંધ હતો. તેણે 100 નંબર પર ફોન કરી જાણકારી આપી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તો યુવક ગળે ફાંસો ખાલેધી હાલતમાં લટકી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સતીશે બે પેજની સુસાઈટ નોટ પણ લખી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, તેણે મોડી રાત્રે આત્મહત્યા કરી છે.


શેર બજારમાં મોટો કડાકો, 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો સેન્સેક્સ, જાણો અપડેટ


મૃતકની પત્ની સમોતાએ જણાવ્યું કે, 2 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા, ત્યારથી બંને વચ્ચા ઘણા વિવાદો ચાલી રહ્યા હતા. આ વિવાદો છૂટાછેડા સુધી પહોંચી ગયા અને કોર્ટમાં અરજી પણ કરી હતી. ત્યારબાદ પણ સાથે રહેતા હતા. સમોતાના જણાવ્યા અનુસાર 4 જાન્યુઆરીના પતિએ સોશિયલ મીડિયા પર સમોતાના બંને મોબાઈલ નંબર આપત્તિજનક શબ્દો સાથે વાયરલ કર્યા હતા, તેની ફરિયાદ હરદા પોલીસ સ્ટેશનમાં કરી હતી. નંબર વાયરલ થઈ જતા સમોતા પર અલગ-અલગ જગ્યા પરથી કોલ આવવા લાગ્યા. વિદેશમાંથી પણ કોલ આવ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube