Share Market Closed: શેર બજારમાં મોટો કડાકો, 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો સેન્સેક્સ, જાણો અપડેટ

Share Market Closed: એઠવાડિયાના પહેલા કારોબારી દિવસ આજે નબળા વૈશ્વિક સૂચકાંકો વચ્ચે ભારતીય શેર બજાર જોરદાર ઘટાડા સાથે ખુલ્યું અને બંને ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા. વૈશ્વિક બજારના વેચાણના માહોલની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે.

Share Market Closed: શેર બજારમાં મોટો કડાકો, 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો સેન્સેક્સ, જાણો અપડેટ

Stock Market Closed On Red Mark Today: ચાર દિવસથી બંધ શેર બજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શેર બજાર આજે લાલ નિશાન પર બંધ થયું છે. આજે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ પર બીએસઈના 30 શેર વાળો સેન્સેક્સ સૂચકાંક 1172 પોઈન્ટના ઘટાડા સાથે 57166 ના સ્તર પર બંધ થયો. ત્યારે એનએસઈનો નિફ્ટી સૂચંકાંક 292 પોઇન્ટ તૂટી 17184 ના સ્તર પર બંધ થયો.

સપ્તાહના પહેલા દિવસે શેર બજારમાં જોરદાર ઘટાડો
ઉલ્લેખનીય છે કે, નબળા વૈશ્વિક સૂચકાંક વચ્ચે ભારતીય શેર બજાર આજે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું અને બંને ઇન્ડેક્સ દિવસભર લાલ નિશાન પર રહ્યા. ત્યારબાદ લાલ નિશાન પર જ કારોબાર બંધ થયો. ઉલ્લેખનીય છે કે, 4 દિવસની રજા બાદ આજે બીએસઈનો સેન્સેક્સ 1130 પોઈન્ટ અથવા 1.94 ટકા ગગડી 57209 પરના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટીએ 299 પોઇન્ટ અથવા 1.71 ટકા તૂટી 17176 ના સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો.

રોકાણકારોને કેટલું થયું નુકસાન?
આજના કારોબારમાં ઘટાડાના કારણે રોકાણકારોને ત્રણ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે જો અલગ-અલગ શેરની વાત કરીએ તો આજે બજાર ખુલવાની સાથે જ લગભગ 985 શેરમાં તેજી રહી, જ્યારે 1611 શેરમાં ઘટાડો અને 142 શેરમાં કોઇ ફેરફાર જોવા મળ્યા નથી.

આ શેરમાં જોરદાર ઘટાડો
આજે નિફ્ટીમાં ઇન્ફોસિસ, એચડીએફસી, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા અને અપોલો હોસ્પિટલના શેરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો, જ્યારે એનટીપીસી, એસબીઆઇ લાઈફ ઇન્શ્યોરેન્સ, એચડીએફસી લાઈફ, કોલ ઇન્ડિયા અને ટાટા સ્ટીલના શેર બજારમાં ઘટાડા બાદ પણ સારી સ્થિતિમાં જોવા મળ્યા. ત્યારે આઇટી ઇન્ડેક્સમાં 4.7 ટકા અને રિયલ્ટી અને બેંક ઇન્ડેક્સમાં પણ લગભગ 1-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1-1 ટકાનો ઘટાજો રહ્યો છે.

ગત સપ્તાહ 1100 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો સેન્સેક્સ
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં પણ બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ 1108.25 પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટી 30870 પોઇન્ટ નીચે આવ્યો. વિશ્લેષકોનું કહેવું છે કે, બજારની નજર એફડીઆઇ, રૂપિયા અને ક્રુડ ઓઇલના ઉતાર-ચઢાવ પર પણ રહશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news