મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિન્હ પર નિર્ણય લેતા ચૂંટણી પંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિન્હ શિંદે જૂથને સોંપી દીધુ હતું. પરંતુ હાથથી ચૂંટણી ચિન્હ જવાનું દુખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર અંગે એકવાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમને સામને આવી ગયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ચૂંટણી ચિન્હને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલ શિવસેના કોની છે તે પાકિસ્તાનના પ્રમાણપત્રથી નક્કી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઈને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલ શિવસેના કોની છે. પણ ચૂંટણી પંચ એવું કરી શકે નહીં કારણ કે તે 'મોતિયા'થી પીડિત છે. ઠાકરેના આ નિવેદન પર પલટવાર કરતા એકનાથ શિંદેએ કહ્યું કે જળગાંવમાં કોઈએ કહ્યું કે પાકિસ્તાનને પણ ખબર પડી જશે કે અસલી શિવસેના કોની છે. આ દુર્ભાગ્યપૂર્ણ અને દુખદ છે કે શિવસેના કોની છે તે નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે. 


ઉદ્ધ ઠાકરેએ એકનાથ શિંદે અને તેની સાથે શિવસેનાથી અલગ થનારા વિધાયકો પર નિશાન સાધતા કહ્યું કે જનતા એ સુનિશ્ચિત કરશે કે ગદ્દાર રાજનીતિક રીતે ખતમ થઈ જાય. હકીકતમાં આ એ જ વિધાયકો હતા જેમના કારણે જૂન 2022માં મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધનવાળી સરકાર પડી ગઈ હતી. 


કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ


એક દિવસે કામ કરે છે અને એક રાત્રે, લગ્ન સંબંધ નિભાવવા માટે સમય ક્યાં છે: સુપ્રીમ


ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ ડિબ્રૂગઢ જેલ પહોંચ્યો, સામે આવી પ્રથમ તસવીર


મહારાષ્ટ્રમાં જળગાંવ જિલ્લાના પછોરામાં જનસભાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ લોકોનો આભાર જતાવ્યો. તેમણે કહ્યું કે અહીં હાજર લોકોની સંખ્યાને જોતા પાકિસ્તાન પણ જાણી જશે કે કોણ અસલ શિવસેના છે. પરંતુ ચૂંટણી પંચ નહીં. કારણ કે તે મોતિયાથી પીડિત છે. આ સાથે જ તેમણે લોકોને કહ્યું કે મત દ્વારા મુખ્યમંત્રી શિંદે અને તેમને સમર્થન કરનારા વિધાયકો વિરુદ્ધ પણ ગુસ્સો સ્પષ્ટ કરો. તેનાથી તેમનો રાજનીતિક રીતે ખાતમો થઈ જશે. પોતાના સંબોધન દરમિયાન ઠાકરેએ હાલના શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને ભાજપને રાજ્યમાં ચૂંટણી કરાવવા માટે પડકાર પણ ફેંક્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube