ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ ડિબ્રૂગઢ જેલ પહોંચ્યો, સામે આવી પ્રથમ તસવીર
આખરે એક મહિના કરતા વધુ સમય બાદ પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી લીધી છે. અમૃતપાલ સિંહને ડિબ્રૂગઢ જેલ મોકલવામાં આવ્યો છે.
Trending Photos
ડિબ્રૂગઢઃ વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. અમૃતપાલની ધરપકડ બાદ તેને ડિબ્રૂગઢ જેલ મોકલી દેવામાં આવ્યો છે. આ જેલમાં પહેલાથી અમૃતપાલના સાથીઓને બંધ રાખવામાં આવ્યા છે. ડિબ્રૂગઢ જેલ પહોંચ્યા બાદ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની એક તસવીર સામે આવી છે, જ્યાં તે પેપરવર્ક કરતો જોવા મળી રહ્યો છે. અહીં અમૃતપાલની સાથે બીજો કોઈ વ્યક્તિ પણ બેઠો છે, જે પેપરોનું કામ કરતો જોવા મળી રહ્યો છે. તો બાજુમાં અમૃતપાલ બેઠો છે. નોંધનીય છે કે 36 દિવસ બાદ અમૃતપાલ સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે.
ISIથી અમૃતપાલને ખતરો
નોંધનીય છે કે જીવનો ખતરો હોવાને કારણે ભાગેડૂ અમૃતપાલ એકવાર ફરી પંજાબ પહોંચ્યો હતો. તેના પંજાબ પહોંચવાના સમાચાર ગુપ્તચર એજન્સીને મળ્યા તો તાત્કાલીક તેની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ અમૃતપાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીના સૂત્ર પ્રમાણે, ISI અમૃતપાલની હત્યા કરાવવા ઈચ્છતી હતી. કારણ કે આઈએસઆઈ જાણે છે કે મૃત અમૃતપાલ પંજાબમાં આગ લગાવી શકે છે. તેવામાં આઈએસઆઈના આ ગુપ્ત પ્લાનની માહિતી ભારતીય ગુપ્તચર એજન્સીને મળી ગઈ હતી.
Assam: Khalistan supporter and 'Waris Punjab De' chief Amritpal Singh who was today arrested by Punjab police, was brought to jail in Dibrugarh. pic.twitter.com/YvSGKySdfE
— ANI (@ANI) April 23, 2023
અમૃતપાલની પત્નીની ધરપકડ
આ કારણોસર, ભારતની ગુપ્તચર એજન્સીઓની પ્રાથમિકતા એ હતી કે કોઈક રીતે અમૃતપાલને પકડીને સુરક્ષિત રીતે પકડી શકાય. પંજાબ પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ આ ઓપરેશનમાં ઘણો સમય લીધો હતો. પરંતુ અમૃતપાલની ધરપકડ થતાં જ તેને ડિબ્રુગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ અને તેમના સહયોગીઓએ અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો તે દિવસે તેમની પોતાની કબર ખોદી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરને પોલીસે લંડન જવાનો પ્રયાસ કરતી વખતે અમૃતસર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બાદમાં તેની પત્નીને પરત ઘરે મોકલી દેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે