સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ધર્મો વિરુદ્ધ હિંસાની ટીકા કરવામાં સંયુક્ત રાષ્ટ્રના સિલેક્ટેડ વલણની નિંદા કરતા કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બૌદ્ધો, હિન્દુઓ અને શીખો વિરુદ્ધ વધતી નફરત અને હિંસાને ઓળખવામાં નિષ્ફળ રહી છે. ભારતે રેખાંકિત કર્યું છે કે શાંતિની સંસ્કૃતિ ફક્ત 'ઈબ્રાહીમી ધર્મો' માટે ન હોઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ આશીષ શર્માએ શાંતિની સંસ્કૃતિ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધન કરતા કહ્યું કે આજની દુનિયામાં 'ચિંતાજનક ચલણ' જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે ભારત એ વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છે કે યહૂદી, ઈસ્લામ, અને ઈસાઈ વિરોધી કૃત્યની નિંદા કરવી જરૂરી છે. દેશ પણ આ પ્રકારના કૃત્યોની આકરી ટીકા કરે છે. પરંતુ આ પ્રકારના મહત્વપૂર્ણ મામલાઓ પર સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ફક્ત આ ત્રણ ઈબ્રાહીમી ધર્મો અંગે વાત કરે છે. 


શર્માએ કહ્યું કે 'આ ગરિમામયી સંસ્થા હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મોના અનુયાયીઓ વિરુદ્ધ વધતી નફરત અને હિંસાને ઓળખવામાં નિષ્ફળ રહી છે.' તેમણે કહ્યું કે 'શાંતિની સંસ્કૃતિ ફક્ત ઈબ્રાહીમી ધર્મો માટે ન હોઈ શકે, અને જ્યાં સુધી આવો સિલેક્ટેડ વલણ યથાવત છે, દુનિયામાં શાંતિની સંસ્કૃતિ વાસ્તવમાં ફેલાઈ શકે નહીં.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube