કાશ્મીર પર આજે ફરી હારશે પાકિસ્તાન, અબકી બાર માનવાધિકાર પર PAKને ધિક્કાર!
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદ એટલે યૂએનએચઆરસીની બેઠકમાં પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરનો ઉદ્દો ઉઠાવી શકે છે. જિનીવામાં આયોજિત યૂએનએચઆરસીના 42માં સત્રમાં ભારત અને પાકિસ્તાન બંનેને મંગળવારના પોતપોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે
નવિ દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદ એટલે યૂએનએચઆરસીની બેઠકમાં પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરનો ઉદ્દો ઉઠાવી શકે છે. જિનીવામાં આયોજિત યૂએનએચઆરસીના 42માં સત્રમાં ભારત અને પાકિસ્તાન બંનેને મંગળવારના પોતપોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે. જો કે, UNHRCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર ભારત પણ પાકિસ્તાન પર વળતો પ્રહાર કરશે. પાકિસ્તાનના જવાબમાં ભારત PoKમાં માનવાધિકાર હનનનો મુદ્દો ઉઠાવશે. ભારત, પાકિસ્તાનના સિંધ-બલુચિસ્તાનમાં સેનાના દમનનો મુદ્દો પણ ઉઠાવશે. ભારત PoKમાં પાકિસ્તાની સેનાના અત્યાચારને ઉજાગર કરી શકે છે. બલુચિસ્તાન, ગિલગિત, ખૈબર પખ્તુનખ્વામાં માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ સંભવ છે. હિન્દુ, સિખ પર થઇ રહેલા અત્યાચારનો પણ ઉલ્લેખ કરી શકે છે.
જિનીવામાં રાજદ્વારી અજય બિસારિયા સાથેનું એક પ્રતિનિધિમંડળ આ મામલે સભ્ય દેશોની સતત મુલાકાત કરી રહ્યું છે. યૂરોપ, આફ્રિકા, એશિયા, લૈટિન અઅમેરિકાના દેશોથી વાતચીત થઇ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના કુલ 47 સભ્યો છે.
આ પણ વાંચો:- ‘UNHRCમાં ભલે પાકિસ્તાન કેટલી પણ ‘કાશ્મીર... કાશ્મીર’ બૂમો પાડે, કોઇ નહીં સાંભળે’
પાકિસ્તાન, કાશ્મીર મુદ્દા પર ચર્ચાના પ્રસ્તાવ માટે કહી શકે છે. પરંતુ ભારતની દમદાર કૂટનીતિના કારણે અમેરિકા, ફ્રાન્સ અને રશિયાનું સમર્થન મળવાની સંભાવના ખુબજ ઓછી છે. ચીન પણ પાકિસ્તાનનો સંપૂર્ણ સાથ આપી શકશે નહીં. હોંગકોંગમાં માનવાધિકાર ઉલ્લંઘન મામલે ચિન પોતે ફસાયેલું છે. ચીન પોતે નહીં ઇચ્છે કે આ મામલો વોટિંગ સુધી પહોંચે.
આ પણ વાંચો:- ઓટો ક્ષેત્ર મંદીઃ અશોક લેલેન્ડ સપ્ટેમ્બરમાં 18 દિવસ માટે બંધ કરશે ઉત્પાદન
કાશ્મીરની હકીકત
આમ તો ભારતે UNHRCના સેશનથી પહેલા દુનિયાને કાશ્મીરની હકીકત જણાવી છે. જમ્મુ કાશ્મીરમાં આર્ટિક 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ દુનિયાને જણાવી છે. જમ્મુ કાશ્મીરમાં 100 ટકા ટેલીફોન સર્વિસ બંધ કરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં મોબાઇલ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. 10મી સુધી તમામ સ્કૂલ ખલશે અને પરિક્ષાની તૈયારી પણ છે. 92 ટકા વિસ્તારોમાં આવવા જવા પર પ્રતિબંધ નથી. હજ યાત્રા ચાલુ છે, 10 હજારથી વધારે યાત્રી જલદી પરત ફરશે. 1.67 લાખ મેટ્રિક ટન સફરજન 10,281 ટ્રકો દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં બેકિંગ અને એટીએમ સેવા પણ સામાન્ય છે. ઓફિસોમાં કર્મચારીઓ સતત આવી રહ્યાં છે. સરકારી કામકાજમાં કોઇ મુશ્કેલી નથી.
આ પણ વાંચો:- સેનાએ પાકિસ્તાનની BAT દ્વારા LoC પર ઘુસણખોરીના પ્રયાસનો વીડિયો બહાર પાડ્યો
પાકિસ્તાનમાં હિન્દૂ-સિખ સલામાત નથી
કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘનનો આરોપ લગાવનાર પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોનું કઇ રીતે હનન થઇ રહ્યું છે, તેનો ખુલાસો પોતે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનના ધારાસભ્યએ કર્યું છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમારે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારોના કરાણે ભારતમાં શરણ માગી છે. તેઓ આ સમયે તેમના પરિવાર સાથે પંજાબ આવ્યા છે.
આ પણ વાંચો:- પાકિસ્તાની નાગરિક મુનાબાવમાં સરહદ પાર કરીને ઘુસી આવ્યો, BSFના હાથે પકડાયો
બલદેવ કુમાર પખ્તૂનખવાની બારીકોટ બેઠકના ધારાસભ્ય રહ્યાં છે. 43 વર્ષીય પૂર્વ ધારાસભ્ય હવે તેમના પરિવારની સાથે પાકિસ્તાન પરત ફરવા ઇચ્છતા નથી. તેમનું કહેવું છે કે, પાકિસ્તાનમાં હિન્દુ-સિખ સલામત નથી. ત્યાં તેમના પર અત્યાચાર થઇ રહ્યાં છે. તેમન હત્યાઓ થઇ રહી છે. તેમનું એવું પણ કહેવુ છે કે, ઇમરાનના પીએમ બન્યા બાદ લઘુમતીઓ પર અત્યાચાર વધ્યા છે.
જુઓ Live TV:-