બજેટ 2019: નાણામંત્રી નિર્મલા સીતારમણે વ્યક્ત કર્યો વિકાસનો વિશ્વાસ, જુઓ LIVE
મોદી સરકારના નવા નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ 2019-20 રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી હોવાનો રણટંકાર વ્યક્ત કરતાં આગામી વર્ષોમાં પણ દેશના વિકાસમાં ચાર ચાંદ લાગશે એવો સંસદને વિશ્વાસ આપ્યો છે. દેશ ન્યૂ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે અને દેશ વિશ્વમાં છઠ્ઠું સૌથી મોટું અર્થ તંત્ર બની ચૂક્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી.
નવી દિલ્હી: મોદી સરકારના નવા નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ 2019-20 રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી હોવાનો રણટંકાર વ્યક્ત કરતાં આગામી વર્ષોમાં પણ દેશના વિકાસમાં ચાર ચાંદ લાગશે એવો સંસદને વિશ્વાસ આપ્યો છે. દેશ ન્યૂ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે અને દેશ વિશ્વમાં છઠ્ઠું સૌથી મોટું અર્થ તંત્ર બની ચૂક્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી.
બજેટ 2019-20 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગજબ આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. દેશની જનતાએ દેશના સૌથી મોટા લોકતંત્રનો ઉત્સવ મનાવ્યો હોવાનું ગણાવતાં મોદી સરકારની બમ્પર જીત પર જનતાનો આભાર માન્યો હતો. બજેટ રજૂ કરતાં તેમણે કહ્યું કહ્યું કે, મોદી સરકારે પાંચ વર્ષમાં દેશમાં વિકાસના અનેક રસ્તા ખોલ્યા છે. અનેક ક્ષેત્રે સિધ્ધિઓ મેળવી છે. દેશનો આર્થિક વિકાસ દર મજબૂત થઇ રહ્યો છે. દેશ આજે ન્યૂ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. સ્વદેશી મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. દેશ આજે ગગનયાન, ચંદ્રયાન અને સેટેલાઇટ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.
બજેટ 2019: નાણામંત્રીએ શું કરી નવી જાહેરાત? સમગ્ર અહેવાલ જાણો