નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે મળેલી બેઠકમાં રેલવે કર્મચારીઓને ચાલુ વર્ષે 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે. જેનો રેલવેના 11 લાખ કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકારને તેના પાછળ રૂ.2024 કરોડનો ખર્ચ આવશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરમાં ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત-નિકાસ, ઉપયોગ તમામ પર પ્રતિબંધ લગાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારના આ નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, "આ વખતે રેલવેના 11 લાખ 52 હજાર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. જેના પાછળ કેન્દ્રને રૂ.2024 કરોડનો ખર્ચ આવશે."


ઈ-સિગારેટ અને ઈ-હુક્કા પર દેશભરમાં પ્રતિબંધ લગાવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય


પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, સરકારનું માનવું છે કે બોનસ આપવાથી રેલવે કર્મચારીઓની કામકાજની ક્ષમતામાં વધારો થશે. આ સળંગ છઠ્ઠું વર્ષ છે જ્યારે સરકારે રેલવેના કર્મચારીઓને બોનસ આપવાનો નિર્ણય લીધો છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...