ઈ-સિગારેટ અને ઈ-હુક્કા પર દેશભરમાં પ્રતિબંધ લગાવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય

ડ્રગ કન્સલ્ટેટિવ સમિતિની મીટિંગમાં ઈ-સિગારેટ અને તેના જેવા અન્ય અનેક પ્રકારના ડિવાઈસને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940(DCA)ની ધારા 3(b) અંતર્ગત ડ્રગ જાહેર કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી. હવેથી તેનું ઉત્પાદન, નિર્માણ, આયાત/નિકાસ, પરિવહન, વેચાણ, સંગ્રહ અને જાહેરાત કરી શકાશે નહીં.

ઈ-સિગારેટ અને ઈ-હુક્કા પર દેશભરમાં પ્રતિબંધ લગાવાનો કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે મળેલી બેઠકમાં ઈ-સિગારેટ(e-Sigaratte) પર દેશભરમાં પ્રતિબંધ(Ban) મુકવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે એક પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, "હવેથી દેશમાં ઈ-સિગારેટનું ઉત્પાદન, નિર્માણ, આયાત/નિકાસ, પરિવહન, વેચાણ, સંગ્રહ અને જાહેરાત કરી શકાશે નહીં." 

આરોગ્ય મંત્રાલયે લોકોનાં સ્વાસ્થ્ય પર ઈ-સિગારેટની આડઅસરોને જોતાં ઈ-સિગારેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ યોજાયેલી ડ્રગ કન્સલ્ટેટિવ સમિતિની મીટિંગમાં ઈ-સિગારેટ અને તેના જેવા અન્ય અનેક પ્રકારના ડિવાઈસને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940(DCA)ની ધારા 3(b) અંતર્ગત ડ્રગ જાહેર કરવા અંગે સહમતિ સાધવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે પ્રતિબંધની સાથે જ સજાની જોગવાઈ પણ કરી છે. નવા નિર્ણય મુજબ પ્રથમ વખત ઈ-સિગારેટ અને ઈ-હુક્કાનો ઉપયોગ કરતાં પકડાય તો રૂ.1 લાખનો દંડ થશે અને 1 વર્ષની સજાની જોગવાઈ છે. જો બીજી વખત ઈ-સિગારેટ કે ઈ-હુક્કામાં પકડાય તો રૂ.5 લાખનો દંડ અને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

— ANI (@ANI) September 18, 2019

ઉલ્લેખનીય છે કે, ઈ-સિગારેટને Electronic Nicotine Delivery System(ENDS) કહેવામાં આવે છે, તેની અનેક પ્રોડક્ટ વર્તમાનમાં બજારમાં ઉપલબ્ધ છે. આ ડિવાઈસમાં તમાકુ સળગતું નથી, પરંતુ તેમાં રહેલા લિક્વિટ નિકોટીન સોલ્યુશન દ્વારા ધૂમાડો ઉડાવવા માટે હીટિંગ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધૂમાડાને સિગારેટ પીનારો શ્વાસના અંદર લે છે, જે અત્યંત હાનિકારક છે. આ કારણે ઈ-સિગારેટ યુવાનો વચ્ચે પણ અત્યંત લોકપ્રિય છે. 

જોકે, વાસ્તવિક્તા એ છે કે ઈ-સિગારેટની આરોગ્ય પર અત્યંત ખરાબ અસર પહોંચે છે. સરકારી આંકડા અનુસાર દેશમાં ઈ-સિગારેટની 400થી વધુ બ્રાન્ડ બજારમાં છે, જેમાં 150 કરતાં પણ વધુ ફ્લેવરની ઈ-સિગારેટનું વેચાણ થાય છે. ENDS અંતર્ગત ઈ-સિગારેટ, હીટ-નોટ બર્ન ડિવાઈસ, ઈ-શીશા, ઈ-નિકોટીન, ફ્લેવર્ડ હુક્કા અને એવી અસંખ્ય પ્રોડક્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે. 

જોકે, સિગારેટ અને એન્ય તમાકુ ઉત્પાદન એક્ટ અંતર્ગત સરકાર આવી પ્રોડક્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકે નહીં, પરંતુ માત્ર તેના પર નિયંત્રણ લાદી શકે છે. સરકારે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે અનેક પ્રકારના કાયદાકીય ફેરફાર કરવા પડશે, જેનથી ઈ-સિગારેટ પર પ્રતિબંધ લગાવી શકાય. 

ભારતના 12 રાજ્યોમાં પહેલાથી જ ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (E-cigarette) પર પ્રતિબંધ મૂકાયો છે, આ 12 રાજ્યોમાં પંજાબ રાજ્ય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝારખંડનો સમાવેશ થાય છે.

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news