નવી દિલ્હી : પાકિસ્તાન સાથે સતત વણસી રહેલી સ્થિતી વચ્ચે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ગુરૂવારે આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠક એવા સમયે યોજાઇ હતી. આ બેઠકમાં ત્રણેય સેનાના પ્રમુખ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, નાણામંત્રી અરૂણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે ભાગ લીધો હતો. વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠક બાદ નાણામંત્રી અરૂણ જેટલી અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અરૂણ જેટલી દ્વારા કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. અરૂણ જેટલીએ જણાવ્યું કે, ઘણા લાંબા સમયથી પ્રતિક્ષિત જમ્મુ અને કાશ્મીર અનામત વિધેયકને સરકાર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. નાણંત્રીએ કહ્યું કે, આ વિધેયક એકવાર અધ્યાદેશ આવે ત્યાર બાદ ન માત્ર જમ્મુ કાશ્મીર પરંતુ સમગ્ર દેશની આંતરરાષ્ટ્રીય સીમા (IB) પર રહેતા લોકોને અનામત મળવા પાત્ર થશે. તેમણે જણાવ્યું કે, 2004થી અત્યાર સુધી માત્ર નિયંત્રણ રેખા (LoC) પર રહેતા લોકોને જ અનામતનો લાભ મળતો હતો.

આ ઉપરાંત સંવિધાન (એપ્લીકેશન ટુ જમ્મુ એન્ડ કાશ્મીર) સંશોધન ઓર્ડર 2019ને પણ મંજુરી મળી ચુકી છે. તેમણે કહ્યું કે, તેના હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં હાલના અનામત ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગનાં લોકોને શૈક્ષણીક અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળશે.

અન્ય કેટલાક મહત્વપુર્ણ મુદ્દા


- ગુજરાતનાં રાજકોટમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવાને મંજુરી મળી હતી.
- ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ ઉપરાંત હિસારમાં પણ એરપોર્ટ વિકસાવાશે
- પ્રસાદે કહ્યું કે, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ વગેરે સ્થળો પર કેવાઇસી તરીકે આધાર કાર્ડ સ્વૈચ્છીક રીતે જોડવાનો અધ્યાદેશ લાવવાને મંત્રીમંડળ દ્વારા મંજુરી આપવામાં આવી છે.
- જેટલીએ કહ્યું કે, મંત્રિમંડળે રાઇટ ઇશ્યુ દ્વારા વોડાફોન આઇડિયા 25000 કરોડ રૂપિયાનાં વિદેશી રોકાણને મંજુરી આપી છે.
- આગરા મેટ્રો અને કાનપુર મેટ્રોમાં બે બે કોરિડોર બનશે. કાનપુર મેટ્રોનું 5 વર્ષમાં કાર્ય પુર્ણ કરવામાં આવશે.
- મંત્રિમંડળે ઇળેક્ટ્રોનિક વાહનોમાં ઝડપી વધારો થાય તે અંગેની 10 હજાર કરોડ રૂપિયાની ફેમ યોજનાના બીજા તબક્કાને મંજુરી આપી દીધી છે.
- કેબિનેટે એર ઇન્ડિયા અને તેના આનુષાંગીક એકમોમાં રોકાણ કરવા માટે એસપીવી કંપનીઓ બનાવવાને મંજુરી આપી દીધી છે.
- મંત્રીપરિષદે 2025 સુધીમાં ભારતને સોફ્ટવેર ઉત્પાદન વિકાસ કેન્દ્ર તરીકે વિકસીત કરવા માટે રાષ્ટ્રીય સોફ્ટવેર ઉત્પાદ નીતિને મંજુરી આપી.