Cabinet meeting: લદ્દાખમાં 750 કરોડના ખર્ચે બનશે સેન્ટ્રલ યુનિવર્સિટી, સરકારે આપી મંજૂરી
સંસદના ચાલી રહેલા ચોમાસુ સત્ર વચ્ચે આજે પ્રધાનમંત્રીની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા અનુરાગ ઠાકુરે કહ્યુ કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં 750 કરોડના ખર્ચે સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આ યુનિવર્સિટી ત્યાં અન્ય શિક્ષણ સંસ્થાઓ માટે એક મોડલનું કાર્ય કરશે. આ નિર્ણયથી સ્થાનિક યુવાઓને ફાયદો થશે. યુનિવર્સિટી અંતર્ગત લેહ, લદ્દાખ અને કારગિલના વિસ્તાર આવશે.
તેમણે કહ્યું કે, ઇન્ટિગ્રેટેડ બહુહેતુક નિગમની સ્થાપનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોર્પોરેશન લદ્દાખમાં પર્યટન, ઉદ્યોગ, પરિવહન સુવિધાના વિકાસ અને સ્થાનીક ઉત્પાદકો અને હસ્તશિલ્પનું માર્કેટિંગ જેવા મહત્વપૂર્ણ કાર્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, તેની સ્થાપનાથી લદ્દાખમાં વિકાસમાં તેજી આવશે. તેને કંપની એક્ટ હેઠળ લાવવામાં આવ્યું છે, આ કોર્પોરેશનની પાસે 25 કરોડ રૂપિયા સુધીનું બજેટ હશે.
Pegasus મુદ્દે રાજ્યસભામાં હંગામો, TMC સાંસદે IT મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા
મહત્વનું છે કે આ સમયે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, તેવા સમયમાં સંસદ સત્ર વચ્ચે કેબિનેટની બેઠક યોજાઈ છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક બુધવારે મળતી હોય છે, પરંતુ ગઈકાલે રજા હોવાને કારણે આજે બેઠક મળી હતી. પાછલી કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારવા જેવો મહત્વનો નિર્ણય લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube