નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે આજે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ (સુધારા) 1971ને મંજૂરી આપી દીધી. જે હેઠળ ગર્ભપાતની મર્યાદા 20થી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકની જાણકારી આપતા કહ્યું કે મહિલાઓની માગણી હતી, ડોક્ટરોની  ભલામણ હતી, કોર્ટનો આગ્રહ  હતો. જેના કારણે 2014થી તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા શરૂ થઈ. ત્યારબાદ ગડકરીજીની અધ્યક્ષતામાં એક ગ્રુપ ઓફ મીનિસ્ટર્સ બન્યુ અને પછી આ બિલ આજે કેબિનેટે પાસ કર્યું જે હવે સંસદમાં જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ચૂંટણી: ભાજપના બે દિગ્ગજ નેતાઓને મળી 'વાણી વિલાસની સજા'! તાબડતોબ કાર્યવાહી


અગાઉ 20 અઠવાડિયા સુધીના ગર્ભને પાડવાની મંજૂરી હતી. હવે આ મર્યાદા વધારીને 24 અઠવાડિયા (6 મહિના) કરવામાં આવી છે. 6 મહિના સુધીના ગર્ભને પાડવો હોય તો તેમાં 2 ડોક્ટરોની મંજૂરી લેવી પડશે. જેમાંથી એક સરકારી ડોક્ટર હશે. મહિલાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના સંદર્ભમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. દુનિયામાં બહુ ઓછા દેશોમાં આ પ્રકારનો કાયદો છે અને આજે ભારત પણ આ લિસ્ટમાં સામેલ થયું છે. 


બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલે કેસરિયો ધારણ કર્યો, કહ્યું-'નરેન્દ્રસર પાસેથી મને પ્રેરણા મળે છે'


આ ઉપરાંત કેબિનેટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણયને લીલીઝંડી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતના તમામ પોર્ટ પર 28,000 લોકો કામ કરે છે અને આ બધાને બોનસના બદલે પ્રોડક્ટિવિટી લિંક રિવાર્ડ મળતા હતાં આ યોજના 2017-18માં સમાપ્ત થઈ. પણ તેને આગળ વધારતા હવે રિવોર્ડ જહાજના કુલ નફા નુકસાન પર આધારિત હશે. જેનાથી તમામ કર્મચારીઓને લાભ મળશે. ભારતના તમામ પોર્ટ પર 28 હજાર લોકોનું બોનસ વધારાયું છે. જેમનું વેતન 7000 સુધી છે તેમને 13000 રૂપિયા બોનસ મળશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...