બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલે કેસરિયો ધારણ કર્યો, કહ્યું-'નરેન્દ્રસર પાસેથી મને પ્રેરણા મળે છે'

બેડમિન્ટન જગતમાં ભારતને અનેક યાદગાર જીત અપાવનાર ખેલાડી સાઈના નેહવાલે આજથી પોતાની રાજકીય કારકિર્દીના ડગ માંડી દીધા છે. સાઈના નેહવાલ ભાજપમાં જોડાઈ છે. સાઈના સાથે તેની બહેન પણ ચંદ્રાન્શુએ પણ કેસરિયો ધારણ કર્યો છે. 

Updated By: Jan 29, 2020, 03:11 PM IST
બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલે કેસરિયો ધારણ કર્યો, કહ્યું-'નરેન્દ્રસર પાસેથી મને પ્રેરણા મળે છે'

નવી દિલ્હી: બેડમિન્ટન જગતમાં ભારતને અનેક યાદગાર જીત અપાવનાર ખેલાડી સાઈના નેહવાલે આજથી પોતાની રાજકીય કારકિર્દીના ડગ માંડી દીધા છે. સાઈના નેહવાલ ભાજપમાં જોડાઈ છે. સાઈના સાથે તેની બહેન પણ ચંદ્રાન્શુએ પણ કેસરિયો ધારણ કર્યો છે. 

દુનિયાની પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને આજે ભાજપની ઓફિસમાં પાર્ટી સદસ્યતા આપવામાં આવી. આ દરમિયાન ભાજપના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે આજે ગર્વની વાત છે કે સાઈના નેહવાલ આજે ભાજપમાં સામેલ થઈ છે. આ અવસરે સાઈના નેહવાલે કહ્યું કે મને નરેન્દ્રસરથી ખુબ પ્રેરણા મળે છે. તેણે એમ પણ કહ્યું કે હું એવા પક્ષમાં જોડાઈ છું જે દેશ માટે કામ કરે છે. હું ખુબ હાર્ડવર્કિંગ છું અને હાર્ડવર્કિંગ લોકો મને ગમે છે. હું જોઉ છું કે નરેન્દ્ર મોદી દિવસ રાત મહેનત કરે છે અને દેશ માટે કામ કરે છે. 

29 વર્ષની સાઈના નહેવાલ અગાઉ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, રેસલર યોગેશ્વર દત્ત અને બબીતા ફોગટ પણ ભાજપમાં જોડાયા હતાં. સાઈના નહેવાલ ખેલ જગતની મોટી હસ્તી છે. તે ભાજપ માટે મોટો ચહેરો બની શકે છે. સાઈના નહેવાલ પાસે 22 સુપર સીરિઝ અને ગ્રેન્ડ પ્રિક્સ ખિતાબ છે. આ ઉપરાંત તેણે 2012માં લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક પણ જીત્યો હતો. તે બેડમિન્ટનમાં પદક જીતનારી પહેલી મહિલા ખેલાડી બની હતી. 

જુઓ LIVE TV

હૈદરાબાદમાં રહીને બેડમિન્ટની દુનિયામાં ખુબ નામના મેળવનારી સાઈના નહેવાલનો જન્મ હરિયાણાના હિસારમાં 19 માર્ચ 1990ના રોજ થયો હતો. તે વર્લ્ડ બેડમિન્ટન રેંકિંગમાં 23 મે 2015ના રોજ વર્લ્ડ નંબર વન બની હતી. આ મુકામ પર પહોંચનારી સાઈના પહેલી ભારતીય બેડમિન્ટન ખેલાડી  બની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube