નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્રણ મોટા નિર્ણય લીધા હતા. તેમાં રેલવે સ્ટોશનોની કાયાકલ્પ પણ સામેલ છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જાણકારી આપી કે ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનો- નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈના પુનર્વિકાસ માટે ભારતીય રેલવેએ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પરિયોજનામાં લગભગ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે. તે સિવાય દેશના 199 પ્લેટફોર્મોના કાયાકલ્પ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી કે રેલવે સ્ટેશનોના એકીકૃતને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. 199 રેલવે સ્ટેશનોના કાયાકલ્પ પર કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેલ મંત્રીએ કહ્યું કે આ મહત્વકાંક્ષી પરિયોજના હેઠળ રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મની જગ્યાએ વિકાસ કરવામાં આવશે. સ્ટેશન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું છે. 


કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં વધુ એક નેતાની એન્ટ્રી, હવે દિગ્વિજય સિંહ લડશે ચૂંટણી


આ પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય કેબિનેટે આગામી ત્રણ મહિના માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાઈ) યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. સાથે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ વધારો સાતમા પગાર પંચની ભલામણો પર આધારિત છે. નવા વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube