નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Union Government) એ વિધાનસભા અને લોકસભા ચૂંટણી (Loksabha Chunav) કરાવવાને લઈને એકવાર ફરી નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે તો પૈસાની બચત થશે. કેન્દ્ર સરકાર રાજ્યસભામાં કહ્યું કે, ચૂંટણી મોટા બજેટ અને ખર્ચીલી થઈ ગઈ છે અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાથી પૈસાની બચત થશે. કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ એક સવાલના લેખિત જવાબમાં રાજ્યસભાને આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી સાથે-સાથે કરવાની જરૂરીયાત અનુભવાય છે કારણ કે ચૂંટણી મોટા બજેટ અને ખર્ચીલી બની ગઈ છે. કાયદા પંચે પોતાના એક રિપોર્ટમાં શાસનમાં સ્થિરતા માટે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી સાથે-સાથે કરાવવાનું સૂચન આપ્યું છે.'


આ પણ વાંચોઃ શ્રદ્ધા હત્યા કેસમાં  CFSL ના બે રિપોર્ટ આવ્યા, હવે પોસ્ટમોર્ટમ માટે મોકલાશે હાડકાં


રિજિજૂએ કહ્યુ કે એક સાથે ચૂંટણી કરાવવાથી સરકારી ખજાનામાં મોટી બચત થશે તો વારંવાર ચૂંટણી કરાવવામાં વહીવતી તથા કાયદાકીય વ્યવસ્થા તંત્રના પ્રયાસોની પુનરાવૃત્તિથી બચી શકાશે. તેમણે કહ્યું કે આ સાથે રાજકીય દળો તથા ઉમેદવારોને તેના ચૂંટણી અભિયાનોમાં પણ ખુબ બચત થશે તથા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા લાંબા સમય સુધી લાગૂ રહેવાને કારણે પડતા પ્રતિકૂળ પ્રભાવ પર છુટકારો મળશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube